Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

મોરબીમાં વેરા સમાધાન યોજનાની માહિતી આપવા સિરામિક એસો હોલમાં સેમીનાર યોજાયો

સેમિનારમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ લીધો હતો

મોરબી સિરામિક એસોસિયેશન અને જીએસટી ડિપાર્ટમેન્ટના સંયુક્ત ઉપક્રમે રાજ્ય સરકાર તરફથી જાહેર કરેલ વેરા સમાધાન યોજના 2019 વિશે સંપૂર્ણ માહિતી આપવા મોરબી સિરામિક એસો. હોલ ખાતે સેમીનાર યોજવામાં આવ્યો હતો

  આ સેમિનારમાં SGST જોઇન્ટ કમિશનર ત્રિવેદી, જોઇન્ટ કમિશ્નર શેખ, ડેપ્યુટી કમિશ્નર ડૉ. બી. કે. પટેલ અને ડેપ્યુટી કમિશ્નર ગોયાણી સહિતના હાજર રહીને નવી સ્કીમ વિષે ઉદ્યોગકારોને માહિતી આપવામાં આવી હતી જેમાં રાજ્ય સરકારની વેરા સમાધાન યોજના વિષે ઉદ્યોગકારોના વિવિધ પ્રશ્નોના જવાબો આપીને સમાધાન કરવામાં આવ્યું હતું તેમજ સિરામિક ઉદ્યોગનો સી ફોર્મનો મુખ્ય પ્રશ્ન હોય જેમાં વેરીફીકેશન ઈશ્યુ વિષે માહિતી આપી હતી અને યોજના અનુસાર વેરીફાય ના થયું હોય તો ૫૦ ટકા ટેક્ષ ભરીને સમાધાન થઇ સકે છે

તેમજ આ રકમ આઈટીમાંથી બાદ મળશે તેવી જરૂરી માહિતી આપી હતી આજના સેમીનાર વિષે સિરામિક એસો પ્રમુખ જણાવે છે કે અગાઉની સ્કીમમાં રહેલી ક્ષતિઓ નિવારવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી અને ૨૦૧૯ માં જે વેરા સમાધાન યોજના લાગુ કરી છે તે ફાયદાકારક છે જેના વિષે માહિતી આપવા આજે સેમીનાર યોજાયો હતો જેનો લાભ મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ લીધો હતો

સેમિનારમાં સિરામિક એસો પ્રમુખ મુકેશભાઈ ઉધરેજા, કિશોરભાઈ ભાલોડીયા અને કિરીટભાઈ પટેલ સહિતના હોદેદારો તેમજ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા

(1:00 am IST)