Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

વાંકાનેરના જૂની ક્લાવડી ગામની સીમમાં બઘડાટી: ધોકા -પાઇપ વડે હુમલો :સામસામી ફરિયાદ નોંધાવાઇ

વાડીમાં સહિયારો કુવામાંથી અને રસ્તે ચાલવા બાબતેની તકરારનો ખાર રાખીને માથાકૂટ

 

વાંકાનેરના જૂની ક્લાવડી ગામની સીમમાં બઘડાટી બોલી ગઈ હતી જે બનાવ મામલે બંને પક્ષે ફરિયાદ નોંધવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

વાંકાનેરના જૂની ક્લાવડી ગામના રહેવાસી રમેશભાઈ ગોવિંદભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે અગાઉ રસ્તે ચાલવા બાબતે જૂની તકરાર હોય જેનો ખાર રાખી આરોપી ધીરૂ નાનજી મકવાણા અને પ્રકાશ નાનજીભાઈનો મોટો દીકરો તથા ધીરૂ નાનજીભાઈના બે આદિવાસી મજુરોએ ફરિયાદીને પગમાં ધોકા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે

જયારે સામાપક્ષે ધીરૂ નાનજી મકવાણાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે એક જ વાડીમાં સહિયારો કુવો હોય જે ફરિયાદીને ઘઉંમાં પાણી પાવા બાબતે જૂની તકરાર હોય જેનો ખાર રાખી આરોપી રમેશ ગોવિંદ ચાવડા, મુકેશ ગોવિંદભાઈ તથા કિરીટભાઈ ગોવિંદભાઈ ચાવડા રહે જૂની ક્લાવડી તા. વાંકાનેર વાળાએ પાઈપ વડે પગમાં ઈજા કરી તેમજ લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે

વાંકાનેર પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી પોલીસે તપાસ ચલાવી છે

(12:44 am IST)
  • પાકિસ્તાનમાં ગુનો કરી ફરાર થઇ જતા આરોપીઓ વિષયક સમાચારો પ્રસિદ્ધ કરવા ઉપર પ્રતિબંધ મુકાશે : વિરોધ પક્ષો દ્વારા સરકારને બદનામ કરવાની સાજીશ હોવાનો આક્ષેપ : ઇમરાન સરકારની કેબિનેટમાં લેવાયેલો નિર્ણય access_time 8:00 pm IST

  • કેન્દ્ર સરકારને મોટી રાહત : રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ પર મતદાન : બિલને સિલેકટ કમિટી પાસે મોકલવાનો પ્રસ્તાવ રદ : શિવસેનાનો વોકઆઉટ : બિલને સિલેક્ટ સમિતિ પાસે મોકલવાના વિરુદ્ધમાં 124 મત અને સમર્થનમાં 99 મત પડ્યા : access_time 8:35 pm IST

  • ભચાઉના કટારીયા રેલવે ફાટકના નાલામાં પડી જતા યુવાનનું મોત:લાકડીયાનાં મફતપરામાં રહેતા મહેન્દ્ર શંભુભાઈ વાણીયાનું મૃત્યુ:લાકડીયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી હાથ ધરી તપાસ access_time 1:22 am IST