Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

મોરબી જીલ્લાના ચાર પોલીસ કર્મચારીની આંતરિક બદલી

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ચાર પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના આદેશ જીલ્લા એસપી દ્વારા આપવામાં આવ્યા છે

મોરબી જીલ્લા પોલીસવડા દ્વારા ચાર પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ છે જેમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હિતેન્દ્રસિંહ ભીખુભા ચુડાસમાની બદલી વાંકાનેર તાલુકામાં, પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા સંજય મૈયડની બદલી મોરબી તાલુકામાં કરવામાં આવી છે

પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ જાડેજાની બદલી ટંકારા અને પોલીસ હેડ ક્વાર્ટરના કર્મચારી યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાની બદલી મોરબી તાલુકા ખાતે કરવામાં આવી છે.

(12:41 am IST)