Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

વંથલીના રવની બરવાળા પાસે પથ્થરના ભડિયામાં ટોટા ફોડતા ગેસ ગળતર: આઠ લોકોને હોસ્પિટલમાં ખસેડાયા

આજુબાજુની વાડી વિસ્તારના લોકોને અસર : લોકોમાં અફરાતફરીનો માહોલ

 

જુનાગઢના વંથલીના રવની બરવાળા ગામ પાસે પથ્થરના ભડિયામાં ટોટા ફોડતા ગેસ ગળતરની ઘટના બની હતી. ટોટામાંથી ગેસની અસર થતા લોકોમાં આફરાતફરી મચી જવા પામી છે ગેસ ગળતરની અસર થતા આઠ લોકોને 108 મારફત જૂનાગઢ સીવીલમાં સારવાર માટે ખસેડાયા હતા. આજુબાજુની વાડી વિસ્તારના લોકોને અસર થઇ હતી.

(10:13 pm IST)