Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

કચ્છઃ મુન્‍દ્રામાં રહેતો ૬ વર્ષના બાળક અર્થવનું મગજ ગુગલ બોય કૌટિલ્ય પંડિત કરતા પણ તેજ દોડે છે

કચ્છ :આજે આપણે વાત કરીશું એક એવા વિચક્ષણ બુદ્ધિ ધરાવતા બાળકની, જેની ઉંમર માત્ર છ વર્ષની છે, પરંતુ તે ધોરણ-9નો અભ્યાસ કરે છે. આ બાળક એક વૈજ્ઞાનિક થઈ અને દેશની સેવા કરવાની પણ ઇચ્છા ધરાવે છે. ત્યારે ચોક્કકસથી તમને એવુ લાગશે કે આખરે કેવી રીતે આટલો નાનકડો બાળક વૈજ્ઞાનિક થવાની વાત કરે છે. તેનુ કારણ એ છે કે, કેટલાક વિશેષ બાળકો સારા IQ સાથે જન્મે છે અને તેનો આંક લાખોમાં એકાદ હોય છે. આવો જ છે મુન્દ્રા તાલુકામાં મૂળ યુપીના પરિવારનો અર્થવ મિશ્રા, જેનો IQ માત્ર 6 વર્ષની ઉંમરે 190 જેટલો આવ્યો છે. ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટ્યૂટ અને Allen સંસ્થા દ્વારા અર્થવને વિશેષ ટેલેન્ટેડ વિદ્યાર્થી બતાવાયો છે. ગૂગલ બોય તરીકે ફેમસ થયેલ બિહારનો બાળક કૌટિલ્ય પંડિતનો IQ 140 હતો, જ્યારે કે, અર્થવ મિશ્રાનો IQ 190 છે.

અર્થવએ ગુરુત્વાકર્ષણ બળના શોધક ન્યુટન અને મિસાઈલ મેન એપીજી અબ્દુલ કલામને પોતાના રોલ મોડલ ગણાવ્યા હતા. તેના અભ્યાસના વિષયોમાં મુખ્ય વિજ્ઞાન અને ગણિત છે. પરંતુ તે બધા જ વિષયોમાં માહેર છે. ધોરણ-2નાં ક્લાસમાં જ તો આ વિદ્યાર્થીનું દિમાગ તેજ દોડે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, અર્થવ મિશ્રા આર્ટિફિશિયલ ઓઝોન લેયર બનાવવા ઈચ્છે છે. જે ગ્લોબલ વોર્મિંગ રોકાશે, પૃથ્વીનું તાપમાન ઓછું કરશે અને ચામડીના કેન્સરનું પ્રમાણ ઘટાડશે.

અથર્વ ભલે બીજા ધોરણમાં ભણે છે, પણ તે હાલ ધોરણ-9ની તૈયારી કરી રહ્યો છે. અર્થવને દેશદુનિયાની અનેક બાબતો મોઢે છે. દેશ દુનિયાના મહત્વના સ્થળો, કોરિયાઈ દેશો વચ્ચેનો મુદ્દો, કેમેસ્ટ્રીનું પીરોડીટેબલનુ ટેબલ તે ફટાફટ મોઢે બોલી લે છે. ગણિતમાં પાયથાગોરસના સિદ્ધાંતો બધુ જ કડકડાટ બોલી દે છે.

અર્થવના પિતા જયપ્રકાશ મિશ્રા અને માતા અભિશિષા મિશ્રા પણ અર્થવને સામાન્ય જ્ઞાન આપવામાં ક્યાંય પાછળ પડતા નથી. આવી વિચક્ષણ બુદ્ધિના બાળકો લાખોમાં એક હોવાની વાત કચ્છ યુનિવર્સિટીના ડો. મહેશ ઠક્કરે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, અર્થવ જીનિયસ અને બ્રિલીયન્ટ બાળક છે. તેઓએ પણ તેની સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે, મગજના 3 પ્રકાર હોય છે. જે ત્રણેય સંયુક્ત રીતે કામ કરે છે, ત્યારે માનવ વિચક્ષણ અને ત્રિવ, મેઘાવી બુદ્ધિવાળો થાય છે.

(5:00 pm IST)