Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ગોંડલના લીલાખામાં શુક્રવારે બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરનો રજત જયંતિ મહોત્સવ

કાલે કીર્તન આરાધના અને શુક્રવારે શોભાયાત્રા - મહાપૂજા - સભા

રાજકોટ તા. ૧૧ : બી.એ.પી.એસ.  ગોંડલ અક્ષર મંદિરના કોઠારી પૂ. દિવ્યપુરૂષ સ્વામી તથા સંતોની ઉપસ્થિતીમાં આગામી તા. ૧૩ ના શુક્રવારે લીલાખા ગામે રજત જયંતિ મહોત્સવનું આયોજન થયુ છે.

આજે તા. ૧૧ ના બુધાવરે સાંજે ૮.૧૫ વાગ્યે સત્સંગ સભા, કાલે તા. ૧૨ ના ગુરૂવારે રાત્રે ૮.૧૫ કલાકે રાજકોટ સત્સંગ મંડળના કીર્તન આરાધના અને તા. ૧૩ ના શુક્રવારે મુખ્ય કાર્યક્રમોમાં સવારે ૮ વાગ્યે શોભાયાત્રા, બપોરે ૩ વાગ્યે મહાપૂજા, સાંજે પ વાગ્યે મુખ્ય સભા અને સાંજે ૭.૩૦ વાગ્યે અન્નકુટ દર્શન ભોજન પ્રસાદ રાખેલ છે.

ગોંડલ તાલુકાના લીલાખા ગામના સરપંચ ધર્મેશભાઇ ભીખાભાઇ ધામેલીયા, પૂર્વ સરપંચ ધીરૂભાઇ લક્ષમણભાઇ ઢોલરીયા, ઉપસરપંચ ભાવેશભાઇ ભીખાભાઇ પરડવા, મહીલા સદસ્ય નીતાબેન મનહરભાઇ ઢોલરીયા તેમજ કિશોરભાઇ દેવશીભાઇ સાગઠીયા, પંચાયત બોડી અને નારાયણ કેળવણી મંડળના અધ્યક્ષ છગનભાઇ પોપટભાઇ વઘાસીયા, ટ્રસ્ટી મનુભાઇ સામતભાઇ શુરૂ, શિવ મંદિરના પૂજારી જયંતપરી  રેવાપરી ગૌસ્વામી, રામજી મંદિરના ભરતબાપુ, મોમાઇ માતાજીના મઢના ભુવા દેવાઆતા, બાવલાભાઇ સાવધરીયા તેમજ લીલાખા ગામના લોકોના આર્થિક સહકારથી યોજાયેલ આ મહોત્સવમાં ધર્મપ્રેમીઓએ પધારવા જાહેર અનુરોધ કરાયો છે.

૨૫ વર્ષથી આ મંદિરે વિવિધ સેવા ધર્મની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ગોવિંદભાઇ ઢોલરીયા દેખરેખની સેવા આપી રહ્યા છે. લીલાખા યવા મંડળ, અશ્વિનભાઇ વાડોદરીયા, સચીનભાઇ ધામેલીયા, મનુભાઇ હરખાણી, જેવીનભાઇ સુવાગીયા, ધ્રુપલભાઇ પરડવા, મૌલીક હડીયા, હિરેનભાઇ દાણીયા, શૈલેષભાઇ સુવાગીયા, ડેરી ઉદ્યોગના ધીરૂભાઇ ધામેલીયા, રસીકભાઇ ઢોલરીયા, જગદીશભાઇ હરખાણી, હર્ષદભાઇ વાડોદરીયા, પુંજાભાઇ ભગાભાઇ, અશ્વીનભાઇ ડોબરીયા, પારસભાઇ ઢોલરીયા, કુરજીભાઇ હરખાણી તથા અન્ય યુવાના આર્થિક સહયોગથી સમગ્ર મંદિર વિસ્તારને ધજા પતાકાઓથી શણગારવામાં આવેલ છે. તેમ શ્રીમતી શારદાબેન દામજીભાઇ વાડદરીયાની યાદીમાં જણાવાયુ છે.

(1:10 pm IST)