Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

કૃષિ મહાવિદ્યાલયમાં તાઇવાન ખાતે આંતરરાષ્ટ્રીય ટ્રેનીંગમાં ચાર વિદ્યાર્થીઓ દ્વારા પ્રેઝન્ટેન્શનનો કાર્યક્રમ યોજાયો

જુનાગઢઃ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ ખાતે ર્લ્ડ બેંક આઇસીએઆર ન્યુ દિલ્હી તેમજ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના  સંયુકત  ઉપક્રમે સંસ્થાકિય વિકાસ યોજના (આઇડીપી) અંતર્ગત બી.એસ.સી. (હોનર્સ) એગ્રીકલ્ચરના ૪ વિદ્યાર્થીઓ તારીખ ૦૧ સપ્ટેમ્બર થી ૩૧ ઓકટોબર, ૨૦૧૯દરમ્યાન વિશ્વ  શાકભાઇ કેન્દ્ર , તાઇવાન ખાતે આંતરરાષ્ટ્રીય  ટ્રેનિંગમાં મોકલવામાં જ્ઞાન અને અનુભવોના  પ્રેઝન્ટેશનનો કાર્યક્રમ તા. ૦૯ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ કૃષિ મહાવિદ્યાલય ખાતે યોજાયો હતો. આ સમારંભમાં યુનિવર્સિટીના માનનીય કૃલપતિ ડો.વી.પી. ચોવટીયા દ્વારા વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રિય સંસ્થાઓમાં જવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યુ  તેમજ  આ  કાર્યક્રમમાઁ વિસ્તારણ શિક્ષણ નિયામક ડો.વી.વી. રાજાણી , આચાર્યશ્રી તથા પ્રોજેકટ કો.-પી.આઇ.ડો.બી.કે. સગારકા, રજીસ્ટ્રાર ડો. પી.એમ. ચૌહાણ , વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિ નિયામક ડો. વી.આર.માલમ તથા યુનીવર્સિટીના વિભાગીય વડાઓ હાજર રહેલા.

(1:08 pm IST)