Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા માનવ અધિકાર દિવસની ઉજવણીઃ યુવાનીતિ-૨૦૬૦ સંદર્ભે વર્કશોપ યોજાયો

જુનાગઢઃ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, સમાજશાસ્ત્ર, વિભાગ દ્વારા કુલપતિ પ્રો.(ડો.) ચેતનભાઇ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉજવણી કરાઇ હતી તથા ગુજરાત રાજયમાં ૧૭૨૯૨ ગામોમાં ૧.૬૨ લાખ યુવાન સભ્યો ધરાવાનાર ગુજરાત રાજય યુવક બોર્ડના સહયોગથી યુવાનીતિ-૨૦૬૦ સંદર્ભે ઉપયોગી વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિનની ઉજવણી સંદર્ભે મુખ્ય વકતા ગુજરાત યુનિવર્સિટી અમદાવાદના તાજેતરમાં જ નિવૃત થયેલા પ્રોફેસર ડો.ગૌરાંગભાઇ જાનીએ 'ગાંધીયન પરસ્પેકટીવ એન્ડ હ્યુમન રાઇટસ' વિશે સમજ આપી હતી. બંને કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો.જયસિંહ ઝાલાએ કર્યુ હતું. યુવાનીતિ વર્કશોપમાં રાજય યુવક બોર્ડ તથા કાર્યક્રમની પૂર્વભૂમિકા યુનિવર્સિટીના સરકાર નિયુકત ઇ.સી.મેમ્બર તથા ગુજરાત રાજય યુવક બોર્ડના ઝોન કો ઓર્ડિનેટર ચંદ્રેશભાઇ હેરમાએ આપી હતી. આ ઉપરાંત કાર્યક્રમમાં સરકાર નિયુકત અન્ય ઇ.સી. મેમ્બર્સ ભાવનાબેન અજમેરા તથા પ્રો.જીવાભાઇ વાળા, જાણીતા મેન્ટર પાર્થભાઇ કોટેચા, યુનિવર્સિટીના રજીસ્ટ્રારશ્રી ડો.મયંક સોની, પ્રો.એ.એચ.બાપોદરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન ડો.પરાગ દેવાણી તથા ડો.ઋષિરાજ ઉપાધ્યાયે કર્યુ હતું.

(1:08 pm IST)