Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ગોંડલઃભુવનેશ્વરી પીઠનાં અધ્યક્ષ ડો.રવિદર્શનજીનાં ચિત્રોનું વડોદરાની આર્ટ ગેલેરીમાં પ્રદર્શન

ગોંડલ તા.૧૧: વિશ્વ પ્રસિધ્ધ ભુવનેશ્વરી પીઠ નાં અધ્યક્ષ ડો રવિદશઁનજી દ્વારા પ્રાચિન ચિત્રકાર રાજા રવિ વર્માની શૈલીને કેન્દ્રમાં રાખીને બનાવાયેલાં અદ્બુત ચિત્રો નું પ્રદર્શન વડોદરા ની આર્ટ ગેલેરી કિર્તી મંદિર ખાતે તા.૧૪ થી ૧૬ ડીસેમ્બર દરમ્યાન રખાયું છે.ચિત્ર પર્દશન નું ઉદ્દ્યાટનઙ્ગ વડોદરાનાં મહારાજા સમરજીતસિંહજી,રાજમાતા શુભાંગીની રાજે તથાં રાજવી પરીવાર દ્વારા થનાર છે.જયારે ગોપાલ રત્ન પુ.દ્યનશ્યામજી મહારાજ ખાસ ઉપસ્થિત રહેનાર છે.

ભુવનેશ્વરી મંદિર તથાં પીઠ જગ પ્રસિધ્ધ છે.પુ.દ્યનશ્યામજી એ સંસ્થા ની સમગ્ર જવાબદારી તેમનાં પુત્ર રવિદર્શનજી ને સોંપ્યા બાદ ૧૯૯૭ માં હોમિયોપેથીક મેડીકલ ડીગ્રી પ્રાપ્ત કર્યા બાદ કલા અને ચિત્રકામનાં અદમ્ય ખેંચાણ થી કલમ ને હાથમાં પકડી દેશનાં વિખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્મા ને પોતાનાં ગુરુ તરીકે સ્વીકારી તેમની શૈલીમાં ચિત્રકામ ની શરુઆત કરી.૨૦૧૫ દરમિયાન રવિદશઁનજી એ ચિત્રકલા સાધના સાથે પાંચ વર્ષ માં ૧૫ જેટલાં ચિત્રો બનાવ્યાં ઉપરાંત ગોંડલ ખાતે પોતાની પ્રાઇવેટ આર્ટ ગેલેરી સ્થાપી.રંગો નાં ઉત્સવ સમાં ચિત્રોને સુંદર સ્થળો,પેલેસો,ભવ્ય રજવાડી પોષાકો, અલંકારો અને અંગત સંગ્રહાલય માં થી પ્રેરીત કલાકિર્તીઓથી સજાવવામાં આવ્યાં છે.રવિદર્શનજી આ ચિત્રો અંગે કહે છે કે'આ મારી રંગો અને ચિત્રો દ્વારા રચેલી આત્મકથા છે'.

વડોદરા ખાતે યોજાનાર ચિત્ર પ્રદર્શનમાં નામાંકિત ચિત્રકારો,રાજવી પરીવારો સહીત મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે.

(1:07 pm IST)