Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

જૂનાગઢ કોર્પોરેશનમાં સફાઇ કામદારોની ફીકસપગાર - રોજમદાર તરીકે સ્વીકાર થશેઃ રજુઆત

કોન્ટ્રાકટ પ્રથા સામે સફાઇ કામદાર યુનિયનનો વિરોધ : કાલે હડતાલની ચિમકી

જુનાગઢઃ મહાનગર પાલિકામાં રોડ સ્વીકર નામે રસ્તાઓ સફાઇ કરવા કોન્ટ્રાકટ આપવા તજવીજ હાથ ધરવામાં આવી છે. તેની સામે સમસ્ત વાલ્મીકી સમાજ જુનાગઢ તથા કામદાર કર્મચારી યુનિયન દ્વારા આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.  આ કોન્ટ્રાકટ બંધ  રાખી ફીકસ પગારથી અથવા રોજમદાર સફાઇ કામદારો ભરતી કરવા માંગણી કરવામાં આવેલ છે. જો કોન્ટ્રાકટ આપવામાં આવશે તો  તા. ૧૨થી તમામ આગેવાનો સહિત કામદારો હડતાલ ઉપર ઉતરી જશે અને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

(1:05 pm IST)