Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

સોસિયા હત્યાકાંડના આરોપીનો યુવતી સાથેની અંગત પળોનો વીડિયો વાયરલ

બે દિવસના રીમાંડમાં આરોપી પાસેથી વધુ જાણવા કશું ન મળયુ !

તળાજા તા.૧૧:તળાજાનાઙ્ગ ઙ્ગમરીન પોલીસ મથકના સોસિયા ગામના યુવકની ઠંડા કલેજે રાત્રીના અંધકારમાં દારૂ પીવરાવી આયોજન બદ્ઘ રીતે કરવામાં આવેલી હત્યા માં ઝબે થનાર એક આરોપી પાંચ દિવસના રિમાન્ડ પર છે.બીજી તરફ આરોપી નો અંગત પળ અને સોસીયલ મીડિયામાં મુકેલ એક મહિલા સાથેનો વિડિઓ વાયરલ થતા ચકચાર મચી છે. વિડિઓ ઉતારવાનો હેતુ,ઉતાર નાર કોણ, અને હત્યા બાદ વાયરલ શુકામ કરવામાં આવ્યો તે બાબતે ચકચાર જાગી છે.તો પોલીસ હજુ બે દિવસના રિમાન્ડ પુરા થવા આવ્યાને વધુ કંઈ જાણી શકી નથી.જેને લઈ આગામી સમયમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી તટસ્થ તપાસની માગ પહોંચે તેવી વિગત બહાર આવી રહી છે.

સોસિયા ગામના યુવક કાના ઢાપાની કરપીણ અને આયોજન પૂર્વક બે સ્થળે લઈ જઈ દારૂ પીવરાવી હત્યા કરવામાં આવી અને તેના મુખ્ય આરોપી જગદેવસિંહ ગોહિલ રે.ત્રાપજ વાળા ની ધરપકડ અને કબૂલાતના પોલીસના દાવા વચ્ચે આજે પાંચ દિવસના રિમાન્ડ પર રહેલ જગદેવસિંહ ગોહિલના બે દિવસ ના રીમાંડ પુરા થયા છે. તપાસકર્તા પોલીસે દાવો કર્યો હતોકે માયા નામની મહિલા ના કારણે આ હત્યા કરવામાં આવી છે. હત્યામાં ઝબ્બે થયેલ આરોપી ઉપરાંત અન્યો નો પણ હાથ હોઈ શકે છે. જોકે બે દિવસની રીમાંડ દરમિયાન પોલીસને બીજીકોઈ વાત જાણવા મળી નથી.જેના કારણે હત્યા કરવામાં આવી છે.તેની પણ પોલીસે પૂછપરછ કરી છે.

સંબધિત સુત્રોનું કહેવું છેકે મૃતક ને લાંબે સુધી ઢસડવામાં આવેલ છે.જે રીતે ઢસડવામાં આવેલ છે તે એક વ્યકિત નું કામ નથી.એ ઉપરાંત એવિપણ વાત છેકે મૃતક કાના ઢાપા મો.સા પાછળ આરોપી સાથે બેસતો ન હતો તેથી અન્યોએ બળજબરી કરી આરોપી ની બાઈક પાછળ બેસાડેલ.આવી અનેક વાતો થઈ રહી છે પરંતુ પોલીસ પાસે કોઈમો ખોલવા ત્યાર નથી.બીજી તરફ આરોપીના બે વિડિઓ વાયરલ થયા છે.બન્ને વિડિઓમાં અલગ અલગ યુવતીઓ છે.જેમાં એક સાથેનો અંગત પળોનો વિડિઓ છે. એ વિડિઓમાં ઉપરની તરફ થી ઉતારવામાં આવેલ છે. સાથે એકજ રૂમમાં હોય તેવો નજીક નો વિડિઓ પણ છે. બન્ને વિડિઓ હત્યા બાદ શુકામ અને કોણે વાયરલ કર્યા તે પણ પોલીસ માટે તપાસ નો વધુ એક વિષય સામે આવ્યો છે.

(12:01 pm IST)
  • ઉદેપુરમાં ગુજરાતી પરિવારના ચાર લોકોનો ઝેર પી આપઘાતઃ પતિ-પત્નિના મોતઃ બે સારવાર હેઠળ : ઉદેપુરમાં પરિવારના ચાર લોકોએ ઝેર ઘોળ્યું: પતિ, પત્નિનું સારવાર દરમિયાન મોતઃ બંને બાળકોની પણ હાલત નાજુકઃ આપઘાત કરનાર પરિવાર મોડાસાનો રહેવાસીઃ મંડપ ડેકોરેશનનો વ્યવસાય કરતો હતો પરિવારઃ હર્ષ પેલેસ હોટલમાં આપઘાત કર્યો access_time 4:38 pm IST

  • માધાપરમાં દુષ્કર્મનો ભોગ બનનાર કિશોરીને ધમકી:ગત ઓગસ્ટ માસમાં નોંધાવી હતી દુષ્કર્મની ફરિયાદ: માધાપરના હોમિયોપેથીક તબીબ સામે નોંધાયો હતો ગુનો:અજાણ્યા બુકાનીધારીએ કેસ પરત ખેંચી લેવા આપી ધમકી access_time 1:24 am IST

  • લાંચ પ્રકરણમાં સંડોવણી બાદ સુરત કોંગ્રેસની આકરી કાર્યવાહી : મહિલા કોર્પોરેટર કપિલા પટેલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા : લાંચ પ્રકરણ અંગે શહેર કોગ્રેસ દ્વારા પ્રદેશ કક્ષાએ જાણ કરાઈ : પ્રદેશકક્ષાએથી મળેલ નિર્દેશ મુજબ શહેર પ્રમુખે કપિલા પટેલને કર્યા સસ્પેન્ડ access_time 10:57 pm IST