Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

લીંબડીમાં ડેન્ગ્યુનો કેર યથાવત મોટાવાસના યુવાનનો રીપોર્ટ પોઝીટીવ

મોટાવાસ વિસ્તારમાં ગટરો ઉભરાવાનો ગંદકીનો પ્રશ્ન ઉકેલાતો નથી !!

વઢવાણ, તા. ૧૧ : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલ મોટાવાસના વિસ્તારમાં ડેન્ગ્યુનો કેસ નોંધાયો છે જયારે આ મોટાવાસ વિસ્તારમાં રહેતા વાઢેર સંદિપભાઈ વિનોદભાઈને એકાએક તાવ આવતા ગત રાત્રે લીંબડી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે એડમિટ કરવામાં આવેલ અને સવારે આજ હોસ્પિટલમાં સંદિપભાઈની લેબોરેટરી કરતાં રીર્પોટ પોઝેટીવ ડેન્ગ્યુ આવેલ હાલ સંદિપભાઈ સારવાર લીંબડી હોસ્પિટલમાં લઈ રહ્યા છે.

બીજી તરફ લીંબડીમાં ઠેરઠેર ગંદકીના સામ્રાજય એ ભરડો લીધો છે ત્યારે થોડા સમય પહેલા જ આજ વિસ્તારના રહીશો દ્વારા અવારનવાર જાતે ગટર સાફ કરવાનો વારો આવતો હોય છે તેટલું જ નહીં પણ આ ડેન્ગ્યુ ગ્રસ્ત સંદિપના દ્યરની પાછળ કચરા પેટી મુકવામાં આવી છે જો હકીકતમા અહિયાં ખુદ નગરપાલિકાના જ સફાઈ કર્મચારીઓ કચરો કચરાપેટીમાં નાખતા નથી આ વિસ્તારમાં એકજ કચરા પેટી હોવાથી કચરાનુ સામ્રાજય ઉભું થયું છે આ પેટી હટાવવા અવાર-નવાર મૌખિક રજૂઆતો કરી છે ત્યારે આ બાબતે હાલ લીંબડી આરોગ્ય હરકતમાં આવી છે અને વિસ્તારમાં ફોગીગની કામગીરી હાથ ધરી છે પણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા બાબતે કોઈ પણ પગલાં લેવામાં આવ્યાં નથી.... અંધેરી નગરી ગંડુ રાજા.

(12:00 pm IST)