Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

કોડીનારના વેળવા ગામના સવિતાબેનની નિર્મલ ઘટનાના કેસની પુનઃ સમિક્ષા કરવા મહિલાઓની રેલી

કોડીનાર તા.૧૧: બળાત્કાર અને હત્યાના બનાવો દિન પરતિદિન વધી રહ્યા છે. ત્યારે તાજેતરમાં હૈદરાબાદ ખાતે બનેલી ઘટનામાં બળાત્કાર અને હત્યાના ચાર આરોપીના એન્કાઉન્ટરની ઘટના બની છે. ત્યારે ચાર વર્ષે પહેલા તા.૧૨-૧૧-૧૫ના રોજ વેળવા ગામની પરિણીતા સવિતાબેન માનસીંગભાઇ વાળા જે તેમની નજીક આવેલા પીયર નાનાવાડા ગામ જવા નીકળી હતી તે વખતે રોહિત કેશરભાઇ ડોડીયા, અતુલ ભગવાનભાઇ પરમાર અને જયદિપ લખમણ બોરીયાએ તેણીનુ અપહરણ કરી દેવળી ગામના ખારામાં (અવાવરૂ જગ્યા) તેના ઉપર દ્વારાફરતી દુષ્કર્મ આચરતા સવિતાબેન રાડારાડ કરવા લાગતા પોતાના કૃત્યની જાણ થઇ જવાની બીકે તેણીને ઇન્જેકશન આપી બેભાન કરી મોટર સાયકલ માથી પેટ્રોલ કાઢી સળગાવી દીધી હતી મૃતક સવિતાબેન સોરઠ વિકાસ મંડળના સભ્યો હોઇ તે વખતે પણ વિશાળ રેલી કાઢી હતી અને આરોપીને ઝડપી લેવા વારંવાર રજુઆતો પછી પોલીસે ઉપરોકત ત્રણે આરોપીને ઝડપી લીધો હતા પરંતુ કોડીનારની એડીશ્નલ સેસન્સ કોર્ટે ફરીયાદ પક્ષ મોખીક કે દસ્તાવેજી પુરાવાઓના આધારે ગુનો પુરવાર ન કરી શકેલ હોય અને કોઇ પણ સાંયોગીક પુરાવાની કડી ન મળતા આ તમામ આરોપી ને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકતા સોરઠ ગ્રામીણ વિકાસ મંડળની આઠ હજાર જેટલી સભ્ય મહિલાઓમાં રોષ ફેલાયો હતો જેથી તેમની મંડળની ઓફીસેથી એક વિશાળ રેલી કાઢી સવિતાબેનના કેશની પુનઃ સમીક્ષા કરવા તેમજ આ કેશની સી.બી.આઇ મારફત તપાસ કરવાની માંગ સાથે એક વિસ્તૃત આવેદન કોડીનાર મામલતદારને પાઠવ્યુ હતું.

(11:59 am IST)