Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

તળાજામાં વર્ગ ૩ના કર્મીઓ અને મહેસુલી તલાટીઓ આમને સામને

રાજય સરકારે એક કાંકરે ત્રણ પક્ષી માર્યા જેવો સિનારિયો

ભાવનગર તા.૧૧:રાજય સરકાર કહી શકાય કે હડતાળ પર ગયેલા મહેસુલી વર્ગ ના ૩ ના કર્મીઓ સામે મહેસુલી તલાટીઓ ને સામે ધરી ને સરકારી વિભાગના કર્મીઓમાંજ બે ભાગલા પાડી દીધા છે.એટલુંજ નહિ અરજ દારોને હડતાળ પર ગયેલા કર્મીઓ ના કારણે હાલાકી ભોગવવી ન પડેઙ્ગ તથા સરકાર હડતાળ પર ઉતરેલ કર્મીઓ સામે નમતું જોખવા તૈયાર નથી. તે માટે મહેસુલી તલાટીઓ ને કામે લગાવી એક કાંકરે ત્રણ પક્ષી માર્યા જેવો દ્યાટ આજે બન્ને પક્ષે સોસીયલ મીડિયામાં જાહેર કરેલી અખબારી યાદીને લઈ દ્યડાયો હોવાનંુ ફલિત થઈ રહ્યું છે.

વિગતો મુજબ હડતાળ પર ગયેલા નાયબ મામલતદાર, કલાર્ક મળી વર્ગ ૩ ના કર્મીઓ એ જાહેર કરેલી અખબારી યાદીમાં રેવન્યુ તલાટી ને ચાર્જ સોંપતા અરજદારો ની કામગીરી અટવાઈ છે.અનુભવ નો અભાવછે.અણ આવડત ના કારણે કામગીરી માં ભૂલો થવાની છે. જેના કારણે અરજદારો ને તકલીફ પડી રહી છે.

બીજી તરફ તળાજા મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટીઓએ સરકાર ના આદેશ થી ૭/૧૨- ૮અ, ડોમિસાઈલ, આવકના દાખલા, ઇ-સ્ટેમ્પઈંગ, જમીન અંગેની અરજીઓ, મધ્યાહન ભોજન, આધારકાર્ડ જેવી કામગીરી ઓ શરૂ કરી દીધી છે. સાથે એવો દાવો કરવામાં આવ્યો છેકે ત્રીપલ કામગીરી કરી રહ્યા છીએ, સરકારે અમોને સક્ષમ ગણ્યા છે.અરજદારો ને કોઈ તકલીફ પડતી નથી. એટલુંજ નહિ રેવન્યુ તલાટી ઓએ તળાજા મામલતદાર કચેરીમાં અરજદારો લાઈન માં ઉભા છે ને કામ થઈ રહ્યું છેના ફોટાઓ પણ મીડિયામાં મોકલ્યા છે. હવે સરકારી કર્મચારી જ સામ સામે આવી ગ્યાનો દ્યાટ દ્યડાયો છે.

(11:58 am IST)