Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ખેલમહાકુંભમા વિજેતા થયેલ ખેલાડીઓ જોગ

દેવભુમિ દ્વારકા જિલ્લાકક્ષાએ વિજેતા થયેલા તમામ ખેલાડીઓને પુરસ્કારની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવાની થતી હોય, તો જે-તે રમત ના ખેલાડીઓ કે જે જિલ્લાકક્ષાની રમતોમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાને આવેલ હોય અને વિજેતા પુરસ્કાર મેળવવા માટે ફોર્મ ભરેલ ના હોય તેવા ખેલાડીઓએ ફોટો આઈ.ડી/ખેલમહાકુંભનો યુ.આઈ.ડી (કે.એમ.કે. આઈડી) નંબર/પાસ બુકની ઝેરોક્ષ/મોબાઇલ નંબર વગેરે વિગતો સાથે તા.૧૨/૧૨/૨૦૧૯ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી,પ્રથમ માળ,રૂમ નંબર, C/1/2, C/1/૪ જિલ્લા સેવા સદન, જિ.દેવભુમિ દ્વારકાને પહોંચતી કરવાની રહેશે. નિયત સમય મર્યાદા બાદ આવેલ રોકડ પુરસ્કારની વિગતો ધ્યાને લેવામાં આવશે નહિ અને રોકડ પુરસ્કાર મળવવા પાત્ર રહશે નહિ. તેમ જિલ્લા રમત ગમત અધિકારી દેવભુમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

(11:57 am IST)