Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

સાત માછીમારો સાથે ગુમ થયેલી મોઇન બોટ ડૂબી ગઈ? ઓખાથી જખૌ સુધી સર્ચ ઓપરેશન

એજન્સીઓ કે પોલીસનું સમર્થન નથી પણ બોટ અને માછીમારો ડૂબ્યા હોવાની ચર્ચા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૧૧:  ગત રવિવારથી ઓખાના દરિયામાં સાત માછીમારો સાથે ડૂબી ગયેલી ઓખાની મોઇન નામની બોટનો હજી પત્ત્।ો મળ્યો નથી. કોસ્ટગાર્ડ અને અન્ય સરકારી એજન્સીઓ દ્વારા સતત ત્રણ દિવસ થયા ઓખાથી છેક જખૌ સુધીનાઙ્ગ દરિયામાં સદ્યન સર્ચ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે.

જોકે, માછીમાર સૂત્રો માંથી મળતી બિન સત્ત્।ાવાર જાણકારી મુજબ મોઇન બોટ ડૂબી ગઈ હોવાની આશંકા છે, તેમાં રહેલા માછીમારો પણ હજી લાપત્ત્।ા હોઈ તેઓ બચી ગયા છે કે નહીં તે વિશે પણ શંકા વ્યકત કરાઈ રહી છે.

જોકે, બિન સત્ત્।ાવાર અહેવાલો અનુસાર પાંચ જેટલા માછીમારોની લાશ સાથે બોટનો કાટમાળ મળી આવ્યો હોવાની ચર્ચા છે.

પણ, કોસ્ટગાર્ડ, પોલીસ, મત્સ્યોદ્યોગ કચેરી કે અન્ય સરકારી એજન્સીઓ આ હકીકતની પુષ્ટિ કરતી ન હોઈ ગુમ થયેલી બોટ અને માછીમારો વિશે અવઢવ ચાલી રહી છે.

(11:52 am IST)