Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ધોરાજીમાં BOB કર્મચારી યુનિયન ગ્રાહકો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

ધોરાજી તા.૧૧ : બેન્ક ઓફ બરોડા, એસએસઆઇ ધોરાજી બ્રાન્ચ દ્વારા ક્રિકેટ મેચ કમ કસ્ટમર્સ મીટનું આયોજન કરેલ જેમાં બેન્ક ઓફ બરોડા, રાજકોટ રીજીયનના રીજીયોનલ હેડ અને ડેપ્યુટી જનરલ મેનેજર સંજય ગુપ્તા ડેપ્યુટી રીજીયોનલ મેનેજર ગોસ્વામી તથા ધોરાજી મુખ્ય શાખાના ચીફ મેનેજર જીતેન્દ્રકુમાર રીજીયોનલ ઓફીસની માર્કેટીંગ ટીમ ધોરાજી શહેર તથા તાલુકાની બેન્ક ઓફ બરોડાના કર્મચારીઓ તથા બેન્ક ઓફ બરોડના ગ્રાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં બેન્ક ઓફ બરોડાના કર્મચારીઓની ટીમ બરોડીયન્સ સામે બેન્ક ઓફ બરોડાના ગ્રાહકોની ટીમ વચ્ચે મેચ રમાયેલ જેમાં બેન્ક ઓફ બરોડાના ગ્રાહકોની ટીમ વિજેતા બની હતી વિજેતા ટીમને તથા મેન ઓફ ધી મેચ બેસ્ટ બેટસમેન બેસ્ટ બોલર વિગેરે ડીજીએમના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકોઅ ઉપસ્થિત રહી રમતનો આનંદ માણ્યો હતો.

 

(11:50 am IST)
  • ડુમરામાંથી ઝડપાયા ૪ શકુનિ :ધાણી પાસા વડે રમાતો હતો જુગાર:૫૧,૪૦૦નો મુદ્દામાલ કરાયો જપ્ત:કોઠારા પોલીસ દ્વારા હાથ ધરાઈ તપાસ access_time 1:27 am IST

  • કેન્દ્ર સરકારને મોટી રાહત : રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ પર મતદાન : બિલને સિલેકટ કમિટી પાસે મોકલવાનો પ્રસ્તાવ રદ : શિવસેનાનો વોકઆઉટ : બિલને સિલેક્ટ સમિતિ પાસે મોકલવાના વિરુદ્ધમાં 124 મત અને સમર્થનમાં 99 મત પડ્યા : access_time 8:35 pm IST

  • DPS સ્કુલનાં સંચાલકોને ઝટકોઃ મંજુલા શ્રોફ અને હિતેન વસંતના જામીન ફગાવાયાઃ મિરઝાપુર ગ્રામ્ય કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા access_time 2:03 pm IST