Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ખંભાળીયા-પોરબંદર હાઇવે ઉપરનો પુલ જર્જરીત : ઠેરઠેર ગાબડા

 ખંભાળીયા તા.૧૧ : પોરબંદર રોડ ઉપર ભાડથર ગામ પાસે ખંભાળિયા પોરબંદર હાઇવે પર પુલમાં ગાબડા પડતા જર્જરીતપુલમાં તિરાડો પડતા તથા મોટા વાહનો નિકળતા પુલ ધ્રુજતો હોય તેવુ થવા છતા તથા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતા પણ તંત્રએ ધ્યાન ન આપતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ હતી.

આજે સવારે આ પુલ પરથી લોકો નિકળતા પુલ પર મોટો ખાડો પડયો હોય ટુ વ્હીલર વાળા ત્યાથી નીકળે તો પડી જાય તેવુ હોય કે મોટો અકસ્માત થવા સંભવ હોય લોકોએ જાતે ખાડો પુરવાનુ શરૂ કર્યુ હતુ.

અત્યંત જર્જરીત થયેલા આ પુલને કારણે તથા ખાડા પડતા નાના મોટા અકસ્માતો વારંવાર થાય છે ત્યારે તાકીદે રીપેરીંગ કરીને તથા જરૂર જણાય તો નવો પુલ બનાવવા પણ માંગ કરાઇ છે.

અગાઉ કેશોદ, વિઝલપર પાસે પણ આવી રીતે પુલ જર્જરીત થઇ જતા તંત્રએ રીપેરીંગ કર્યો હતો ત્યારે આ પુલ પહેલા પણ આગળ જર્જરીત થતો હોય તુરંત તંત્ર નહિ થશે તો ગંભીર ઘટના બનશે.

(11:49 am IST)
  • લાંચ પ્રકરણમાં સંડોવણી બાદ સુરત કોંગ્રેસની આકરી કાર્યવાહી : મહિલા કોર્પોરેટર કપિલા પટેલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા : લાંચ પ્રકરણ અંગે શહેર કોગ્રેસ દ્વારા પ્રદેશ કક્ષાએ જાણ કરાઈ : પ્રદેશકક્ષાએથી મળેલ નિર્દેશ મુજબ શહેર પ્રમુખે કપિલા પટેલને કર્યા સસ્પેન્ડ access_time 10:57 pm IST

  • ભેડીયાબેટ હનુમાન મંદિર રાષ્ટ્રને અર્પણ:સંતો-મહંતો અને જવાનોના હસ્તે રાષ્ટ્રાર્પણ:સ્વામિનારાયણ મંદિર દ્વારા વધારાઈ સુવિધા:૨.૫ કરોડના ખર્ચે મંદિરનું થયું નવનિર્માણ: વડાપ્રધાને પત્ર દ્વારા પાઠવી શુભેચ્છાઓ access_time 1:34 am IST

  • માધાપરમાં દુષ્કર્મનો ભોગ બનનાર કિશોરીને ધમકી:ગત ઓગસ્ટ માસમાં નોંધાવી હતી દુષ્કર્મની ફરિયાદ: માધાપરના હોમિયોપેથીક તબીબ સામે નોંધાયો હતો ગુનો:અજાણ્યા બુકાનીધારીએ કેસ પરત ખેંચી લેવા આપી ધમકી access_time 1:24 am IST