Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ચલાલામાં ગાયત્રી પરિવાર ઉપઝોનલની ત્રિમાસીક મીટીંગ મળી

 ચલાલા : યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા પાંચ જીલ્લાની ઉપઝોનની ગાયત્રી પરિવારની મીટીંગનું આયોજન કરાયુ હતુ. ઉપઝોનના વડા અશ્વિનભાઇ જાની, રાજુભાઇ દવે, સંસ્થાના વડા રતિદાદા, જે.વી.આચાર્ય, કનુભાઇ પટેલ વગેરે દ્વારા દિપપ્રાગટય કરી મીટીંગની શુભ શરૂઆત કરાઇ હતી.અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ વગેરે જીલ્લાઓમાંથી આવેલ પરિજનો દ્વારા કાર્યક્રમો અને ભવિષ્યમાં આવનાર કાર્યક્રમો વિશે ચર્ચા કરાઇ હતી. ઝોનના ગાયત્રી પરિવારના સભ્યોએ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા નવનિર્માણ પામી રહેલ કોલેજની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મીટીંગમાં અશ્વિનભાઇ જાની, રાજુભાઇ દવે, સંસ્થાના વડા રતિદાદા, જે.વી.આચાર્ય, કનુભાઇ પટેલ, હરિસિંહભાઇ ડોડીયા, બિપીનભાઇ ભરાડ, ધાંધલીયાભાઇ નાગભાઇ વાળા તથા મગનભાઇ વગેરે મહાનુભાવો તથા ગાયત્રી પરિવારના પરિજનો ઉપસ્થિત રહ્યા હતા અને સાથે પ્રસાદ લીધો હતો. મીટીંગ પહેલા દિપપ્રાગટય અને પુજનની તસ્વીરો.

(11:48 am IST)