Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

હંજડાપરની યુવતિના નંબરમાં બિભિત્સ મેસેજ કરતાં ત્રણ વિરૂધ્ધ ફરીયાદ

ખંભાળિયા તા. ૧૧: તાલુકાના હંજડાપર ગામની ગરાસીયા યુવતિનો નંબર ગામના જ શખ્સ વાયરલ કરી અન્ય મિત્રોને આપતાં મિત્રોએ વોટસએપ પર બિભીત્સ મેસેજ કરતાં ત્રણ શખ્સો રવિરૂધ્ધ ખંભાળિયા પોલીસમાં ફરિયાદ થઇ છે. હંજડાપર ગામે રહેતી યુવતિના નંબર યુવરાજસિંહ અગરસંગજી જેઠવા રહે. કાઠી દેવળી, પ્રતિપાલસિંહ નટુભા જાડેજા રહે. સોનારડી તથા કિરીટ વલ્લભદાસ ખેતિયા રહે. કાઠી દેવલી ત્રણેય શખ્સોએ યુવતિના નંબર એકબીજાને આપ લે કરી યુવતિને મોબાઇલમાં બિભીત્સ મેસેજ કરી ખરાબ માગણી કરતાં ત્રણેય વિરૂધ્ધ મદદગારી સહિતનો ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્સ. આઇ.ડી. જાડેજા ચલાવી રહ્યાં છે.

(11:44 am IST)
  • માનવ ભક્ષી દીપડાને ઠાર કરાયો : બગસરા નજીક ગૌશાળામાં શાર્પ શુટરોએ દીપડાને ઠાર કર્યો હોવાના અહેવાલ : છેલ્લા પાંચ દિવસના ઓપરેશન બાદ વન વિભાગને મળી સફળતા : access_time 7:55 pm IST

  • ભડકાઉ કલીપ મુદ્દે વધુ એક ફરિયાદ:મુંદરા મરીન પોલીસ મથકે નોંધાયો ગુનો:સાડાઉના શખ્સ સામે નોંધાઈ ફોજદારી: નલિયાના ગુનાનો આરોપી ઝડપાયો:એલસીબીએ હળવદથી કરી ધરપકડ access_time 1:36 am IST

  • ઉદેપુરમાં ગુજરાતી પરિવારના ચાર લોકોનો ઝેર પી આપઘાતઃ પતિ-પત્નિના મોતઃ બે સારવાર હેઠળ : ઉદેપુરમાં પરિવારના ચાર લોકોએ ઝેર ઘોળ્યું: પતિ, પત્નિનું સારવાર દરમિયાન મોતઃ બંને બાળકોની પણ હાલત નાજુકઃ આપઘાત કરનાર પરિવાર મોડાસાનો રહેવાસીઃ મંડપ ડેકોરેશનનો વ્યવસાય કરતો હતો પરિવારઃ હર્ષ પેલેસ હોટલમાં આપઘાત કર્યો access_time 4:38 pm IST