Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

હળવદમાં મોડલ સ્કૂલ પાછળ અવાવરૂ જગ્યાએ પૌઢનો મૃતદેહ મળતા ચકચાર

મૃતક હળવદના રહેવાસી તુલશીભાઈ ડાયાભાઈ સોલંકી હોવાનું ખુલ્યું

 

હળવદ શહેરમાં આવેલ મોડલ સ્કુલ પાછળ બપોરના સુમારે અવાવરૂ જગ્યાએ પૌઢનો મૃતદેહ મળી આવ્યાની જાણ કરાઈ હતી અને બનાવની જાણ થતા હળવદ પોલીસ તુરંત દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે

 પ્રાથમિક તપાસમાં મૃતક હળવદના રહેવાસી તુલશીભાઈ ડાયાભાઈ સોલંકી હોવાનું જાણવા મળ્યું છે જેથી પોલીસ દ્વારા પરિવારજનોને જાણ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે અને પીએમ રીપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે

હળવદમાં તાજેતરમાં ખેતરમાં દાટેલો મૃતદેહ મળી આવ્યા બાદ હત્યા થઇ હોવાનો ખુલાસો થયો હતો અને હત્યાના ગુન્હાનો ભેદ પોલીસે હજુ ઉકેલ્યો છે ત્યાં ફરીથી મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે અને પૌઢની હત્યા થઇ છે કે પછી કુદરતી મોત છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

(1:07 am IST)
  • DPS સ્કુલનાં સંચાલકોને ઝટકોઃ મંજુલા શ્રોફ અને હિતેન વસંતના જામીન ફગાવાયાઃ મિરઝાપુર ગ્રામ્ય કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા access_time 2:03 pm IST

  • ભુજમાંથી ઝડપાયું ગૌવંશનું કતલખાનુ:સેજવાલા માતામ વિસ્તારમાં પડાયો દરોડો:પોલીસે ૧૦૦ કિલા માંસનો જથ્થો ઝડપ્યો: ત્રણ આરોપીઓની પોલીસે કરી ધરપકડ:કતલખાના માટે વપરાયેલા સાધનો કબ્જે access_time 1:24 am IST

  • ગાંધીધામના પડાણા હાઈવે પર અકસ્માત : અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત : ગાંધીધામ બી ડિવિઝન પોલીસે નોંધ્યો ગુનો: માથાના ભાગે ઈજાઓ થતા યુવાનનું મોત access_time 1:21 am IST