Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

જસદણ વિધાનસભા ચુંટણીઃસાંજ સુધીમાં પેરા મીલટરી ફોર્સની ૬ કંપની આવશેઃ કાલે ફલેગ માર્ચ

મહિલા મતદારો માટે અને દિવ્યાંગો માટે ૪ સ્પે. બૂથઃ કુલ ર૬ર મતદાન મથકો

રાજકોટ તા. ૧૧: આગામી તા. ર૦ ડીસેમ્બરે યોજાનાર જસદણ વિધાનસભા ચૂંટણી અંગે, તંત્ર દ્વારા આખરી તબકકાની તૈયારીઓ શરૂ થઇ છે.

આજે કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ માહિતી આપતા ઉમેર્યું હતું કે જસદણ બેઠકની ચૂંટણીમાં બે મહિલા બૂથ રહેશે જે ડીએસવીકે હાઇસ્કુલ અને સરદાર પટેલ પ્રાથમિક શાળામાં તથા દિવ્યાંગો માટે સ્પે. બે બૂથ, વાજસૂરપરા અને કુમાર પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે.

કલેકટરે ઉમેર્યું હતું કે કુલ ૧પ૯ લોકેશનમાં ર૬ર મતદાન મથકો આવેલા છે, સાંજ સુધીમાં કે આવતીકાલ સુધીમાં પેરા મીલટ્રી ફોર્સની ૬ કંપની આવી જશે અને સંભવતઃ કાલે ફલેગ માર્ચ પણ થશે.

કલેકટરે ઉમેર્યું હતું કે, બપોર બાદ જસદણ બેઠક ઉપર ઉભા રહેનાર ભાજપ-કોંગ્રેસ સહિત તમામ ૮ ઉમેદવારોના ખર્ચના હિસાબોની ખાસ ચકાસણી થશે.

(3:34 pm IST)