Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

વેરાવળના લોહાણા વેપારીના પૌત્ર સીંગાપોરમાં બિઝનેશ સ્પર્ધામાં પ્રથમ

વેરાવળ, તા.૧૧: વેરાવળ લોહાણા વેપારીના પૌત્ર સીંગાપોર ખાતે યોજાયેલ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો તેમાં પ્રથમ નંબર મેળવી લોહાણા સમાજનું ગૌરવ વધારેલ છે.

ગીર સોમનાથ જીલ્લાના વેરાવળના લોહાણા સમાજના અગ્રણીવેપારી જમનાદાસ તન્ના પૌત્ર તેમજ બીનાબેન બીપીનભાઈ તન્ના પુત્ર સંકેત ર૧ વર્ષની ઉમરે સી.એ બનેલ હતો તેણે સીંગાપોર ખાતે બિઝનેસ કેસ કોમ્પીટીશનમાં ભાગ લીધેલ હતો જેનું આયોજન વિશ્વની પ્રસિઘ્ધ બીઝનેસ સ્કુલો હાવર્ડ સ્ટેન્ફર્ડ તેમજ વોર્ટન દ્વારા કરવામાં આવેલ હતું જેમાં સંકેતે ર૦૧૮નો પ્રથમ નંબરનો એવોર્ડ જીતી સમગ્ર વિશ્વમાં લોહાણા સમાજનું ગૌરવ વધારેલ છે તેમજ

તાજેતરમાં સીઓલ ખાતે પણ યોજાયેલ સ્પર્ધામાં નંબર મેળવેલ હતો નાની વયે સી.એ માં પાસ થવા સાથે વિદેશોમાં પણ જઈ અનેક એર્ર્ર્વોડો મેળવતા ઠેર ઠેર થી અભિનંદન આવી રહેલ છે.(૨૩.૯)

(1:37 pm IST)