Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

પોરબંદરમાં ફિશરીઝ હાર્બર ફેસનું સ્થળ બદલવા આઇશ ક્રશર એસો.ની રજુઆત

પોરબંદર, તા. ,૧૧ : આઈસ ક્રશર એસો. દ્વારા કલેકટરને રજૂઆતમાં ફીશરીઝ હાર્બર ફેઝ-૨ નુ સ્થળ બદલવા માગણી કરી છે.

'ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ'ની જાહેરાત (પોરબંદર) પ્રમાણે ભારત સરકારશ્રીના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના નવી દિલ્હીના જાહેરનામા અન્વયે મત્સ્યોદ્યોગ કમિશ્નર, મત્સ્યોદ્યોગ વિભાગ, ગુજરાત સરકાર, પોરબંદર જીલ્લો પોરબંદર દ્વારા પોરબંદર ફીશીંગ હાર્બર ફેઝ-૨ અંગે રજુઆત એ છે કે કુછડી મુકામે જે સ્થાન પર ફેઝ-૨ લઈ જવાથી પોરબંદર આઈસ ક્રશર માલિકોને તેમજ ફીશરમેનને મોટુ આર્થિક નુકશાન ભોગવવુ પડે અને આ જગ્યા પર બંદર એ કુદરતી આફતોમા શકય નથી.

જુના બંદર નજીકના વિસ્તારમાં વર્ષોથી ખારવા સમાજની પેઢીઓનો વસવાટ સ્થાયી થયેલ છે અને જુના બંદરની નજીકમાં આઇસ ક્રસર, આઇસ ફેકટરી, કોલ્ડ સ્ટોરેજ, મચ્છીના દંગો અને માછીમારીને લગતા આવા અનેક એકમો આવેલા છે એનો હિસાબ કરીએ તો ૩૦૦૦ કરોડનું ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર થયેલું છે. ત્યારે જો કુછડી બંદર વિકસાવવામાં આવે તો ઇન્ફ્રાસ્ટ્રકચર  ખર્ચાળ સાબીત થશે માટે નજીક જ બંદર બનવુ જોઇએ તેમ રજુઆતમાં જણાવેલ.

(1:34 pm IST)