Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

લીલીયામાં હિરાનું કારખાનુ તુટયું : હીરા સહિત ૪પ હજારના મુદ્દા માલની ચોરી

અમરેલી તા. ૧૧ : લીલીયામાં હીરાનું કારખાનું ધરાવતા અને બોડીયા ગામના રહેવાસી વિપુલ ભીખાભાઇ ધોરાજીયાના કારખાનામાં ગ્રીલ તોડી કોઇ અજાણ્યા તસ્કરો પ્રવેશ કરી અંદરથી હીરા સહિત હિરા ઘસવાનો સામાન સામગ્રી મળી કુલ કિ. ૪પ૦૦૦ મુદામાલની ચોરી કરી લઇ ગયાની ફરીયાદ પોલીસમાં થવા પામી છે.

રાજુલામાં સગીરા ઉપર દુષ્કર્મ

રાજુલામાં વાવેરા રોડ ઉપર તત્વજયોતી વાસમાં રહેતા કંચનબેન રસાભાઇ સોલંકીની સગીર વયની પુત્રી ઉપર ર૦ દિવસ પહેલા વિજય ભરત માળી નામના શખ્સે નંદુ ડોશીના મકાનમાં લઇ જઇ બળજબરીથી મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યાની ફરીયાદ રાજુલા પોલીસમાં થવા પામી છ.ે

અમરેલીમાંથી હોન્ડા ચોરાયુ

અમરેલીમાં લીલીયા રોડ ઉપર રહેતા ગોવિંદ ટપુભાઇ ટીલડીયાનું હિરો હોન્ડા સ્પેલેન્ડર નં. જી.જે. ૧૪ કે ૯૭પ૪ કિ. રૂ. ર૦,૦૦૦નું સિવિલ હોસ્પીટલના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલું હોય જે કોઇ ચોરી કરી લઇ ગયાની ફરીયાદ સીટી પોલીસમાં થવા પામીહતી. જયારે બીજા બનાવમાં લીલીયાના સોહિલ આશીફભાઇ કુરેશીનું આજ સ્થળેથી હોન્ડા ડિલકસ સીડી નં. જીજે.૧૪ પી ૩૧રપ કોઇ ચોરી કરી લઇ ગયાની ફરીયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.(૬.૧૬)ક

(1:32 pm IST)