Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

ભાવનગર રાજકોટ હાઇવે ઉપર ખાનગી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત છને ઇજા

ભાવનગર: ભાવનગર રાજકોટ હાઇવે ઉપર આવેલા જાળીયા ગામ નજીક આજે બપોરે ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે છ વ્યક્તિને નાની-મોટી ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે

પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર રાજકોટ હાઇવે ઉપર આવેલા જાળીયા ગામ નજીક શ્રી નકલંક ટ્રાવેલ્સની લક્ઝરી બસ નંબર જીજે0432 અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળે જ બે વ્યક્તિના મોત નિપજ્યા હતા

અકસ્માતમાં છ જેટલા મુસાફરોને નાની-મોટી ઇજા થતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે

(1:22 pm IST)