Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો :સોરઠ અને હાલાર પંથકમાં વાદળો :ભેજનું પ્રમાણ વધ્યું

વહેલી સવારે ગાઢ ધુમ્મ્સની ચાદર છવાઈ :ઝાકળવર્ષાથી માર્ગો ભીના

રાજકોટ :સૌરાષ્ટ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરનાં કારણે મોટા ભાગનાં વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટ, જામનગર, જૂનાગઢ સહિતનાં વિસ્તારમાં વાદળો છવાયા હતાં. દ્વારકાનાં સુરજ કરાડી ગામે હળવું ઝાપટું વરસી ગયું હતું.

  જામનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી આકાશમાં વાદળોને આંટા ફેરા જોવાયા હતાં ઠંડીમાં નહિવત ઘટાડો જોવા મળ્યો હતો. ઠંડીનો પારો ૧૨.૮ ડીગ્રીએથી નીચે ઉતરીને ૧૬.૫ ડીગ્રી સુધી પરત ફર્યો હતો. જયારે મહતમ તાપમાન ૨૯.૫ ડીગ્રી નોંધાયું હતું. પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક વધીને ૯૦ ટકા થઈ જતાં વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી.

   ઝાકળ વર્ષાના કારણે માર્ગો ભીના થયા હતાં અને પાણીના રેલા ઉતરેલા જોવા મળ્યા હતાં. વહેલી સવારે વાહન ચાલકોને ૧૦મી સુધી દુર જોવું પણ દુષ્કર બન્યું હતું. ઉપરાંત વાહન સ્લીપ થવાના બનાવો પણ બન્યા હતાં.

(12:59 pm IST)