Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

ગીરનાં સૌથી મોટા સિંહ ગ્રુપને સાસણ તરફ લઈ જવાની મથામણ રાષ્ટ્રપતિની મુલાકાત વેળાએ સિંહોનું મોટું ગ્રુપ દર્શાવવા કવાયત '

કુટિયા રાઉન્ડના 5 સિંહો અને 12 બચ્ચાને લઇ જવાના પ્રયાસ નિષ્ફ્ળ

સાસણની મુલાકાતે આવતા દેશના રાષ્ટ્રપતિને ગીરમાં સિંહોનું સૌથી મોટું વસવાટ કરતું ગૃપ બતાવવા માટે વન વિભાગ દ્વારા છેલ્લા ચારેક દિવસથી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જેમાં વિસાવદરના કુટીયા રાઉન્ડના પાંચ સિંહણ અને ૧૨ બચ્ચા વાળા ગ્રુપને સાસણ તરફ લઈ જવાના વનવિભાગના પ્રયાસો નિષ્ફળ રહ્યાં છે.

  વિસાવદર રેન્જ હેઠળના કુટીયા રાઉન્ડમાં ગીરનું સૌથી મોટું સિંહોનો વસવાટ કરી રહ્યું છે આ ગ્રુપને મારણની લાલચ આપી કુટિયા વિસ્તારમાંથી સાસણ નજીક ખદેડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે, પરંતુ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે આ ગ્રુપ ગઈકાલે મેંદરડા રેન્જના વિસ્તારમાં આવેલ કાશીયા રાઉન્ડના રેલવે ટ્રેક નજીકના પવનચક્કી સુધી પહોંચી ગયું હતું. અને ત્યાં મારણ આરોગી અને વહેલી સવારના પરત તેના મૂળ રહેણાંક કુટીયા રાઉન્ડ તરફની વાટ પકડી હતી.

  જેથી ફરીવાર સાસણના ટ્રેકરોની બેથી ત્રણ ટીમો દ્વારા કુટીયાના ગ્રુપ પાછળબેથી ત્રણ બોલેરો ગાડી લઈ મારણની લાલચે હજુ પણ ગ્રુપને સાસણ તરફ લઈ જવા મથામણ ચાલુ જ છે ત્યારે આ ગ્રુપ સાસણ તરફ જાય છે કે કેમ તેના પર વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ મીટ માંડીને બેઠા છે.

(12:42 pm IST)