Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

જૂનાગઢમાં વનવે જાહેરનામાની ચુસ્ત અમલવારી કરાવતી શહેર ટ્રાફિક પોલીસ

નિયમન ભંગ કરનાર વાહન ચાલકો પાસેથી રૂ. ૧,૪૧૬૦૦ના દંડની વસુલાત મહિલા પીએસઆઇ એન.વી.આંબલીયા અને ટીમ દ્વારા કાર્યવાહી

જૂનાગઢ તા. ૧૧: જૂનાગઢ રેન્જ આઇજીપીશ્રી સુભાષ ત્રિવેદી અને એસ.પી.શ્રી સૌરભસિંઘ દ્વારા ટ્રાફિક સમસ્યા નિવારવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ શહેર ટ્રાફિક પોલીસના મહિલા પી.એસ.આઇ. એન.વી. આંબલીયા નાયબ પોલીસ અધિક્ષક મુમથકશ્રી આર.વી.ડામોરના માર્ગદર્શના હેઠળ શહેરના મુખ્ય માર્ગો પર પેટ્રોલીંગ હાથ ધરી ટ્રાફિક નિયમન ભંગ કરનારા વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરી હતી.

જેમાં કાળવા ચોક એમ.જી.રોડ ઢાલ રોડ એસ.ટી.બસ સ્ટેન્ડ મઘુરમ ટીંબાવાડી બાયપાસ સહિતના વિસ્તારોમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરી ટ્રાફિકને અડચણ કરતા તેમજ લાયસન્સ પી.યુ.સી. અને સ્થાનિક આધાર વગર વાહન ચલાવતા અને વનવેના જાહેર નામાનો ભંગ કરતા ૯૯૭ જેટલા વાહન ચાલકોને તા. ૧ ડીસે થી ૯ ડીસેમ્બર સુધીમા એનસી કેસો કરી સ્થળ ઉપર રૂ. ૧,૧૮૫૦૦નો દંડ વસુલ કરેલ તેમજ ર૪ જેટલા ટુ વ્હીલર મેજીક ટ્રાવેલ્સ બસો ડિટેઇન કરી રૂ. ૨૩૧૦૦નો આર.ટી.ઓ. દંડ ભરવા તાકીદ કરી હતી અને વનવે ભંગ કરનાર ૪૬૪ જેટલા વાહન ચાલકો પાસેથી દંડ વસુલ્યો હતો.

આ કામગીરીમા શહેર ટ્રાફિક શાખાના પી.એસ.આઇ એન.વી.આંબલીયા,

 

(12:09 pm IST)