Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટને દિલ્હી ખાતે તા. ૧૪-૧પ-૧૬ ડીસેમ્બર યોજાનાર ફુડ ફેસ્ટીવલમાં ખાસ નિમંત્રણ

સોમનાથ-દાદાની પ્રસાદી રાષ્ટ્રીય ફલક પર

પ્રભાસ પાટણ તા. ૧૧ :.. ભારતની રાજધાની દિલ્હી ખાતે આગામી તા. ૧૪, ૧પ અને ૧૬ ડીસેમ્બરના રોજરાષ્ટ્રીય ફુડ ફેસ્ટીવલ કેન્દ્રના ફુડ સેફટી અને સ્ટાન્ડર્ડ ડીપાર્ટમેન્ટ દ્વારા યોજાનાર છે. જે ફેસ્ટીવલમાં સ્વચ્છતા પર્યાવરણ જાળવણી અને ગુણવતા યુકત સારો પ્રસાદ આપતાં ભારતના સુપ્રસિધ્ધ દેવ-મંદિરો-હોટલો અને રેસ્ટોરન્ટો ભાગ લેનાર છે.

જે ફેસ્ટીવલમાં અત્રેના સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરને ખાસ નિમંત્રણ અપાયું છે જે તેમાં ભાગ લેશે અને સોમનાથ દાદાનો પ્રસાદ ટોપરાં-તલ-માંડવીની અલગ અલગ બે જાતની ચીકી - મગજ અને ચુરમાના લાડુ સહિતની પ્રસાદીઓ ત્યાં નિયત દરે વિતરણ કરાશે અને સોમનાથ ટ્રસ્ટ તેમજ અન્ય મંદિરો ફુડ સેફટી સ્ટાર્ન્ડડ માપદંડ અનુસારી કેવી રીતે પ્રસાદી તૈયાર અને વિતરણ કરે છે તેનું રાષ્ટ્રીય ફલક ઉપર નિર્દેશન - જાણકારી આપવામાં આવશે.

સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા આ અંગ આ ફેસ્ટીવલમાં સોમનાથ ટ્રસ્ટના પ્રતિનિધીને પ્રસાદીઓ સાથે મોકલવા તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. (પ-૧૩)

(12:06 pm IST)