Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

તરણેતર - થાન રોડ પર પવનચક્કીના બે અધિકારીઓ પર અજાણ્યા શખ્સોનો હૂમલો

સુરેન્દ્રનગર તા. ૧૧ : સુરેન્દ્રનગર જીલ્લા મા થોડા સમય થી કાયદો વ્યવસ્થા કથળતી જતી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામા આવર નવાર ખંડણી, ફાયરિંગ, મારામારીના ગુનાઓમા નોધ પાત્ર વધારો થયો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા થોડા સમય પહેલા વેપારી પાસે ખંડણી માંગી વેપારી એ ખંડણી ની ના પડતાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું ત્યારે વેપારીને ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના જોરાવરનગરમા પણ એક લાતીના વેપારી પાસે નાણાં માગવામા આવ્યા હતા. જો કે આ આરોપી થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગર પોલીસ દ્વારા પકડી પાડવામા આવ્યો હતો.

ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામા કાયદો વ્યવસ્થા સઘન કરવા હાલ પોલીસ તંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં પ્રયાસ કરવા આવી રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામા ગઈ કાલે મોડી સાંજે કોઈ કારણો સર સુરેન્દ્રનગરના તરણેતર - થાન રોડ પર પવનચકીના બે અધીકારીઓ પર અજાણ્યા શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો.સુરેન્દ્રનગર જિલ્લો એ પવન ચક્કી માટેનું સમગ્ર ગુજરાતમાં હબ ગણવામા આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામા હજારો પવન ચક્કીના પ્રોજેકટ આવેલા છે થાન અને તેની આજુ બાજુના વિસ્તારોમા વધુ પ્રમાણ મા પવન ચક્કી વડે વીજળી પેદા કરવામા આવી રહી છે. થાન મા આ પવન ચક્કી માટે અવાર નવાર નાના મોટા જગડાઓ થતાં રહેછે ત્યારે ગઈ કાલે પવન ચક્કી ના બે કર્મચારી ને અજાણ્યા શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરતા આ બે પવન ચક્કીના કર્મચારીને ગંભીર ઈજા પહોંચી હતી ત્યારે આ બે કર્મચારી ને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામા આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના સમગ્ર પંથકમાં ચકચાર ફેલાયો છે.

(12:02 pm IST)