Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

પૂ.હરીચરણદાસજી મહારાજનાં હસ્તે કાલે નર્મદા કિનારે ગોરા-શ્રીહરીધામ આશ્રમે ૨૧૦૦ પરિવારને અનાજ કીટ અપાશે

વાંકાનેર તા.૧૧: સરદાર સરોવર સ્ટેચ્યુ ઓફ યુનિટિ નજીક આવેલ. નર્મદા મૈયાના કિનારે ગોરાખાતેના શ્રી હરીધામ આશ્રયમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૧૨-૧૨-૧૮ને બુધવારે સવારે આદિવાસી વિસ્તારના ૨૧૦૦ થી વધુ પરિવારને અનાજ કીટ અને વસ્ત્રો સદ્દગુરૂ સ્વામી રી હરીચરણદાસજી મહારાજના વરદ્દ હસ્તે અર્પણ કરવામાં આવશે.

ગોરા ખાતેના શ્રી હરીધામ આશ્રમમાં બીરાજતા ભગવાનશ્રી રામચંદ્રજી -લક્ષ્મણજી -સીતામાતા-પવનપુત્ર શ્રી હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને અનંત વિભૂસિત સદ્દગુરૂ સ્વામી પૂ.શ્રી રણછોડદાસજી બાપુના આશિર્વાદ સાથે આ આશ્રમની ભૂમિ ઉપર માનવ સેવા, ગૌસેવા, ધર્મ-ભકિત સાથે શિક્ષણ સેવાની જબ્બર આહલેક સદ્દગુરૂ સ્વામીશ્રી હરીચરણદાસજી મહારાજના આશિર્વાદ અને તેમના નેતૃત્વ હેઠળ ખુબ સારી રીતે ચાલે છે.

શ્રી હરીધામ આશ્રમ સંચાલીત આ શાળામાં આ વિસ્તારના ગરીબ આદિવાસી બાળકોને શિક્ષણ સાથે ધર્મ-વ્યકિતનું જ્ઞાન આપવામાં આવે છે. આવી આ ભૂમિની આસપાસ નર્મદાના કિનારા વિસ્તારની ફરતે જંગલ જેવું વાતાવરણ જોવા મળે છે અને ડુંગરા ઉપર ઝુપડ્ડપટ્ટી બાંધીને રહેતા આદિવાસી પરિવારજનોને દર વર્ષ પૂ.ગુરૂદેવના હસ્તે અનાજ કીટ, વસ્ત્રો અર્પણ કરવામાં આવે છે.

આ વર્ષે પણ કાલે તા. ૧૨મીને બુધવારે આ વિસ્તારના જરૂરીયાતમંદ આદિવાસી પરિવારના ૨૧૦૦થી વધુ કુટુંબોને કીટ અને વસ્ત્રો અર્પણ કરવાની તૈયારી પૂર્ણ થઇ છે.

દેશ-વિદેશમાં વસતા ગુરૂદેવના અનુયાયીઓ અને સૌરાષ્ટ્ર ગુજરાત ભરના સદ્દગુરૂ શિષ્ય પરિવારના સેવકો પણ શ્રી હરીધામ -આશ્રમ ગોરાખાતે સેવા કાર્યમાં સહભાગી થવા પધાર્યા છે.

પૂ. રણછોડદાસજી બાપુના અન્નદાન અને ભુખ્યાને ભોજનના સુત્રને અનુસરી પૂ. હરીચરણદાસજી મહારાજની નિશ્રામાં શ્રી હરીધામ આશ્રમ ખાતે બપોરે મહાભંડારો (પ્રસાદ) યોજાશે જેમાં આ વિસ્તારના આદિવાસી પરિવારો અને ઉપસ્થિત સર્વે સહિત પાંચ હજારથી વધુ લોકો ભગવાનની જયજયકારકરી પ્રસાદ (ભોજન) ગ્રહણ કરશે. બાદમાં ૨૧૦૦થી વધુ જરૂરીયાતમંદ આદિવાસી પરિવારજનોને રપ કિલો ચોખા, પાંચ કિલો ઘઉંનો લોટ, એક તેલનો ડબ્બો, ઉપરાંત તુવેરદાળ, ખાંડ, ચા, હળદર, મરચુ વિગેરે મળી ૧૨ વસ્તુઓ સાથેની કીટ પૂ. હરીચરણદાસજી મહારાજના વરદ હસ્તે તમામ પરિવારજનોને અર્પણ કરવામાં આવશે.(૧.૭)

(12:00 pm IST)