Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

પ્રાચીન સોમનાથ મંદિરને નવો ઓપ આપવા કાર્ય શરૂ

સોમનાથના મહારાણી અહલ્યાબાઇ નિર્મીત

પ્રભાસ-પાટણ તા. ૧૧: ઇન્દોરના મહારાણી અહલ્યાબાઇ હોલકરે ભગવાન સોમનાથ મંદિરના નિર્માણ કાર્ય માટે ઇ.સ. ૧૭૮રમાં પોતાના પ્રધાન શ્રી કૃષ્ણાજી બાજીને પ્રભાસ-પાટણ મોકલી હાલના સોમનાથ મંદિર સામે નવા મંદિરનું નિર્માણ કર્યું અને ઇ.સ. ૧૭૮૩માં તેનો પ્રારંભ કરી તેની પ્રાણપ્રતિષ્ઠા ઇ.સ. ૧૭૮૮માં નીચે ભોયરામાં કરાવી તે મંદિરને સોમનાથ મંદિર ટ્રસ્ટે નવો ઓપ આપવાનો પ્રારંભ કર્યો છે.

સોમનાથ ટ્રસ્ટ-ટ્રસ્ટી-સચિવ પ્રવિણભાઇ લહેરીના માર્ગદર્શન હેઠળ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તથા પ્રોજેકટ એન્જીનીયર ઉપેન્દ્ર કોદાળા સહિતની ટીમે કાર્ય આરંભ કરી દીધો છે.આ મંદિરનો હવે પૂર્વાભિમુખ સુંદર ગેટ હાલના ભોજનાલય સામે બનશે તેમજ મંદિરમાં તે ગેટથી પ્રવેશતાં જ સોમનાથ દર્શન થાય તેવા પ્રયાસો કરાશે. પ્રવેશ દ્વારની બન્ને બાજુ પુજાવેદપાઠ અને અનુષ્ઠાન હોલ બનશે અને યાત્રિકોને સુગમતા-સરળતાથી પહોળા માર્ગથી મંદિરમાં દર્શન કરવા જઇ શકે તેવું પણ આયોજન કરાયેલ છે.

(12:06 pm IST)