Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

ધોરાજીના વેગડી ગામે ૩૫ લાખના ખર્ચે વિકાસ કામો સંપન્ન થયા

ધોરાજી, તા.૧૧: ધોરાજી તાલૂકાના વેગડીગામે ગામજનો પંચાયત બોડીના પ્રયાસોથી વેગડી ગામના રસ્તાઓ ૩૫ લાખના ખર્ચે બનેલ છે. રાજકોટ જીલ્લાનાં ધોરાજી તાલુકાનુ ભાદર નદીનાં કાંઠે આવેલું વેગડી ગામની વસ્તી ૧૭૦૦ જેટલી છે જેમાં કોળી, ભરવાડ, દલીત, રબારી, ખાંટ સહિતનાં ઇતર સમાજનાં લોકો એકતા સાથે રહે છે વેગડી ગામનાં લોકો ખેતી આધારીત વ્વસાયો કરી રહયાં છે નાનાં એવાં વેગડી ગામે પંચાયતની ચુંટણી હંમેશા સમરસ રીતે થઈ છે પંચાયત બોડીમાં ગામનાં તમામ સમાજોનાં લોકો હળીમળીને ગામનો વિકાસ કામો કરી રહયાં છે.

વેગડી ગામ પંચાયતનાં મહીલા સરપંચ મીનાબેન વકાતરે જણાવ્યુ હતુ વેગડી ગામમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં સ્વછત ભારતનાં સપનાંને સાકાર કરવા માટે સ્વછત વેગડી ગામ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરીને વેગડી ગામને કચરા મુકત ગામ બનાવેલ છે વેગડી ગામના રસ્તાઓ ૩૫ લાખના ખર્ચે પેવિગ બ્લોકથી બનાવવામાં આવેલ છે અન્ય ગામના બાકી રહેલા રસ્તાઓના કામો મંજૂર કરાયા છે.

વેગડી ગામપચાયત દ્વારા ગામનાં તમામ રોડ રસ્તા જાહેર ચોક ખાતે કચરો એકઠો કરવાં ડસ્ટબીનો રખાઈ છે તમામ કચરો એકઠો કરવાં માટે ટ્રેકટર મારફતે ભેગો કરીને નિયત સ્થળે નિકાલ કરાઇ રહયો છે.

વધુમાં મહીલા સરપંચ મીનાબેન પૂનાભાઈ વકાતરએ જણાવ્યૂ હતૂ વેગડી ગામે ગામ પંચાયતની ટીમ તથા વડીલો તાલૂકા જીલ્લાનાં અધીકારીઓનાં સહકારથી માર્ગદર્શનથી વેગડી ગામે પાણી પાઈપલાઈન, પેવર બ્લોક, ભૂર્ગભ ગટર યોજનાના કામો પૂર્ણ કરાયા છે.

(11:56 am IST)