Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

પોરબંદર પાલિકા આયોજીત લોકમેળાની આવકમાં તાલમેળ ન પડતા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત : ગુન્હો દાખલ કરવા માંગણી

પોરબંદર તા.૧૧ : પ્રતિવર્ષ શ્રાવણ માસમાં પાલીકા દ્વારા અત્રેના ચોપાટી જૂના ક્રિકેટ ગ્રાઉન્ડ સીટી સર્વે ૧૬૫૫માં યોજાતા લોકમેળાથી થતી આવક પોરબંદરના વિકાસ કાર્યોમાં વપરાય છે. તેવો દાવો આગળ ધરવામાં આવે છે.

પરંતુ પોરબંદરના લોકમેળાની આવક પ્રજાકાર્યોમાં વપરાતી હોવાની હકીકત આશ્વાસન રૂપ છે પરંતુ યોજાતા લોકમેળાની આવક વિકાસના કાર્યોમાં વપરાતી હોવાની હૈયાધારણ જ છે. લોકમેળાની આવકમાં ગરબડ થતી હોવાની હિસાબી આંકડામાં ઇન્દ્રજાળ ગુંથણી હોવાની કયા પ્રકારે ઓડીટ કેવી રીતે થાય છે અને હિસાબ બહાર પાડવામાં આવે છે. તેના આંકડાકીય રમતની ઇન્દ્રજાળ પથરાયેલ છે.

જેથી ગુજરાત માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ અન્વયે સિનિયર સીટીજન્સ, પીઢ પત્રકાર હેમેન્દ્રકુમાર પારેખ, ઇલેકટ્રોનીક મિડીયાના યુવા પ્રતિનિધિ ચેતન ઠકરાર તથા યુવા જાગૃત નાગરીક જાત ઉપર અવારનવાર ખતરો મોડનાર અને કાયદાની મદદથી સામનો કરનાર પ્રફુલ ભગવાનજી દતાણીએ અને ૨૦૧૬ - ૨૦૧૭ અને ૨૦૧૭ - ૨૦૧૮ લોકમેળાની આવકની માહિતી અધિકાર નીચે માંગતા આપેલ વિગત અને માહિતીના ભીન્ન ભીન્ન યાને પ્રથમ દર્શનીય ગરબડની ક્ષતિ આંકડાની  પથરાયેલ ઇન્દ્રજાળમાં તફાવત જણાતી શંકા છે તેવુ માલુમ પડતા અને સીધી ફરિયાદ થાય તેવું જણાતુ હોય પરંતુ સરકારશ્રીના ધ્યાન ઉપર પોરબંદર નગરપાલીકાનો વહીવટ કઇ રીતે ચાલે છે તે ધ્યાન પર લાવવા માટે આગામી ડીસેમ્બર માસની આખરમાં યોજાનાર મુખ્યમંત્રીશ્રી સ્વાગત કાર્યક્રમમાં પોરબંદર જીલ્લા કલેકટરશ્રીના માધ્યમથી મુકવામાં આવેલ છે અને સાથો સાથ સરકાર દ્વારા જ ફરીયાદ દાખલ કરવા આ રજૂઆતમાં જણાવેલ છે.

હુમલાખોર તત્વોને રાજકીયશ્રય મળતા પણ વાર લાગતી નથી. લોકચર્ચીત હકીકત છે. જયારે હુમલો કે હુમલો કરાવવાનો હોય ત્યારે વ્યવસ્થિત આયોજન કરાય ત્યારબાદ નડતર બનેલ વ્યકિત ઉપર હુમલાથી ભારે પ્રકારનો યાને જીવલેણ હુમલો કરવામાં આવે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ફરીયાદ નોંધાય. પોરબંદરના નિડર સામાજીક કાર્યકર ભગુભાઇ દેવાણી પર એક થી વધુ હુમલા કરવાથી ગંભીર પ્રકારના થયા છે ફરીયાદ પણ નોંધાયેલ પરિણામ ? આવી જ રીતે યુવા આરટીઆઇ એકટીવીસ્ટ લોહાણા પ્રફુલ ભગવાનજી દતાણી પરના હુમલા થયા બંનેની ફરીયાદ હુમલાવાળા પોલીસમાં નોંધાયેલ. વડી અદાલતના આદેશ પોલીસ રક્ષણ પણ મળેલ તે હટાવી લેવાયેલ છે. પુનઃ પોલીસ રક્ષણ મળવા ગુજરાતની વડી અદાલતમાં માંગણી કરેલ છે. પોલીસ અદાલતના હુકમનું જે અર્થઘટન કરી પોલીસ રક્ષણ હટાવી લીધેલ તેના સંદર્ભે જ પુનઃ માંગણી વડીઅદાલત દ્વારા પોલીસ રક્ષણ મેળવવા કરેલ છે.

સરકારશ્રીનું કે સ્થાનીક સ્વરાજ સંસ્થાનું કોઇ એવુ ક્ષેત્ર નહી હોય કે જયા ભ્રષ્ટાચારી અને અસામાજીક સ્પર્થ થતો ન હોય તે જેટલા માનપાન બેસવાના સાથે સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં રજૂઆત જનતાર માનભેર ખુરશી મળવાને બદલે તેને ઉભુ રહેવુ પડે છે. તેને અધિકારી કે પદાધિકારી ગાંઠના નથી. જયારે સમાજના નામ કાઢેલ વ્યકિત તેમની પ્રવૃતિ પરોથી અપરોથી સમાજને તેમજ અધિકારી પદાધિકારીને નુકશાન કરતી હોવા છતા તેને પ્રેરણાદાયક ગણી બેસવાને માનભેર આવકાર સાથે ખુરશી સાથે સ્વાગત કરાય છે. જે લાભથી વંચીત રહી શકે નહી. તેમા પણ રાજકારણ સાથે સંકળાયેલ રાજકીય વ્યકિત વીઆઇપી શ્રી ભલામણ થયેલ હોય પછી પુછવાપણુ રહેતુ જ નથી. સત્ય રજૂઆત કરનારને ન્યાય મળે નહી. અસત્ય રજૂ કરનારનું અસત્ય હોવા છતા સત્ય બનાવી તેમની કામગીરીની સફળતાની મહોર લાગી જાય છે.

પોરબંદર ન.પા. આયોજીત લોકમેળાની આવકમાં હિસાબી તફાવત સામે રેકર્ડ તપાસી જવાબદાર ગણાતા અધિકારીઓ પદાધિકારીઓ લોકમેળા સમિતિ વગેરે તેમજ મોનીટરીંગ કરનાર અધિકારીઓએ કઇ રીતે મોનીટરીંગ કરેલ છે. તેની તપાસ કરી ખુલાસો કરવા અને જવાબદારી નકકી કરવા રજૂઆત નીચેની વિગતે કરેલ છે.

સને ૨૦૧૬-૧૭ હિસાબી વર્ષ લોકમેળાની આરટીઆઇ એકટીવીસ્ટ ચેતન કાંતીલાલ ઠકરાર તેમજ હેમેન્દ્રકુમાર એમ.પારેખ બંને દ્વારા માહિતી માંગવામાં આવતા જવાબરૂપે તા.રર-પ-૨૦૧૮ના જાવક નંબર ૩૪૩ થી ન.પા. દ્વારા સને ૨૦૧૬-૨૦૧૭ના લોકમેળાની આવક રૂ. ૧,૫૩,૪૧,૪૩૦-૦૦ અંકે એક કરોડ ત્રેપન લાખ એકતાલીસ હજાર ચારસો ત્રીસ રૂપિયા લેખીતમાં આવેલ અને લોકમેળાનો ખર્ચ રૂ. ૨૬,૧૫,૮૦૯ છવ્વીસ લાખ પંદર હજાર આઠસો નવ રૂપિયા લેખીત માહિતી બતાવેલ છે.

ત્યારબાદ લોકમેળાની માહિતી આરટીઆઇ એકટીવીસ્ટ પ્રફુલ ભગવાનજી દતાણી નામની વ્યકિતએ માહિતી માંગતા તા. ૨૯-૧૦-૨૦૧૮ના.પા. જાવકના ૧૭૩૧ થી મળેલ પત્રથી માહિતીનો જવાબ ચાલુ વર્ષ એટલે કે સને ૨૦૧૭-૧૮ના લોકમેળાની આવક રૂ. ૧,૨૧,૯૭,૮૮૮ એક કરોડ એકવીસ લાખ સતાણુ હજાર આઠસો અઠયાસી રૂપિયા દેખાડાયા છે. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરી જવાબમાં સને ૨૦૧૬-૧૭ના રૂ. ૮૪,૮૭,૩૬૦ અંકે ચોરાસી લાખ સતાસી હજાર ત્રણસો સાઇઠ અને તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ચાલુ વર્ષ ૨૦૧૬-૧૭ના લોકમેળાની આવક કરતા ચાલુ વર્ષ સને ૨૦૧૭-૧૮ના લોકમેળાની આવક રૂ. ૩૭,૧૦,૫૨૮ સાડત્રીસ લાખ દશ હજાર પાંચસો એકવીસને વધારો બતાવી લોકોને ઉલ્લુ બનાવવાનુ કામ પોરબંદર ન.પા.એ કરેલ છે.

લોકમેળો યોજાયેલ તેમાં ગત વર્ષ સને ૨૦૧૬-૧૭ના લોકમેળાની આવક અને લોકમેળો અને ૨૦૧૭-૨૦૧૮ની આવક અલગ અલગ પ્રકારની ત્રણ એકટીવીસ્ટને  માહિતી આપતા બંને માહિતીઓ વચ્ચે રૂ. ૬૮,૮૪૦,૭૦ અડસઠ લાખ ચોરાસી હજાર સીતેરનો તફાવત પાલીકાએ આપેલ બંને માહિતીઓના આધારે થાય છે. જો આ બંને માહિતીનો હિસાબી માહિતીનો તફાવત અમારી દ્રષ્ટિએ અડધા કરોડને પાર કરી ગયો છે.

બંને આરટીઆઇના તફાવતને લઇ સૌથી મોટો ભ્રષ્ટાચાર થયેલ હોય અને લોકમેળાની આવક હરહંમેશ શહેર વિકાસ પાછળ વાપરવાની વાતો કરે છે. જેને લઇને પ્રજાનુ ભંડોળ ભ્રષ્ટાચારમાં ફેરવાયાની શંકા છે.

સંપુર્ણ તપાસ બાદ સરકારશ્રી તરફથી તપાસનીશ અધિકારી જાહેર જનતાના હીતમાં અને લોક કલ્યાણ અર્થે સત્વરે એટલે કે ૩૦ દિવસની સમય મર્યાદામાં કાર્યવાહી કરવા વિનંતી છે અને મુદત વિત્યે અમો ન્યાયકીય પગલા લેવા માંગ કરી છે.(૪૫.૫)

(11:53 am IST)