Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડક યથાવત

રાજ્યમાં સૌથી નીચુ તાપમાન વલસાડનું ૧૧.૧ ડિગ્રી

પ્રથમ તસ્વીરમાં ગોંડલ અને બીજી તસ્વીરમાં જસદણ પંથકમાં છવાયેલ ઝાકળવર્ષા નજરે પડે છે (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ, હુસામુદ્દીન કપાસી-જસદણ)

રાજકોટ, તા. ૧૧ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે ધીમે શિયાળાનો માહોલ બરાબરનો જામતો જાય છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે ઠંડીની વધુ અસર વર્તાય છે. જેના કારણે લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોનો સહારો લઇ રહ્યા છે. આજે રાજયમાં સૌથી નીચુ તાપમાન વલસાડનું ૧૧.૧ ડીગ્રી રહ્યું છે.

આજે વહેલી સવારના સમયે પણ મિશ્ર વાતાવરણ વચ્ચે લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા ઠંડીમાં સામાન્ય રાહત થઇ છે.

છેલ્લા થોડા દિવસોથી શિયાળાની અસર વર્તાઇ રહી છે અને ભેજના પ્રમાણમાં વધારો થતાં ઠંડીની વધુ અસર વર્તાઇ રહી છે.  જોકે બપોરના સમયે મહત્તમ તાપમાનો પારો ઉંચો ચડી જતા ઉનાળા જેવા વાતાવરણનો અહેવાસ થાય છે અને લોકો પરસેવે રેબઝેબ થઇ જાય છે.

ગોંડલ

ગોંડલ : શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારના સમયે ઝાકળવર્ષાનો અનુભવ થયો હતો.

જસદણ

જસદણઃ આજે મંગળવારે વહેલી સવારે ધુમ્મસ હોવાના કારણે અજવાળામાં પણ વાહન ચાલકોએ ફરજીયાત હેડલાઇટ ચાલુ રાખી હતી. બે દિવસ પહેલા ઠંડીના ચમકારા બાદ આજે ઠંડીમાં મહદઅંશે ઘટાડો થયો હતો.

જામનગર  ૧૬.૭ ડીગ્રી

જામનગર : શહેરનું હવામાન મહત્તમ-૩૦, લઘુતમ-૧૬.૭, ભેજ-૮૯ ટકા, પવન-૪.૧ કિ.મી. છે.(૨-૩)

કયાં - કેટલુ તાપમાન

શહેર

    લઘુતમ તાપમાન

અમદાવાદ

૧૪.૪   ડીગ્રી

ડીસા

૧૫.૯   ''

વડોદરા

૧૪.૦   ''

સુરત

૧૬.૬   ''

રાજકોટ

૧૮.૦   ''

ભાવનગર

૧૭.૬   ''

પોરબંદર

૨૦.૦

વેરાવળ

૨૧.૦

દ્વારકા

૨૧.૪

ઓખા

૨૩.૮

નલીયા

૧૫.૪   ''

સુરેન્દ્રનગર

૨૦.૨

ન્યુ કંડલા

૧૯.૦

કંડલા એરપોર્ટ

૧૭.૯

અમરેલી

૧૭.૩

ગાંધીનગર

૧૩.૨

મહુવા

૧૭.૧

દિવ

૧૬.૬

વલસાડ

૧૧.૧

વલ્લભ વિદ્યાનગર

૧૬.૭

(11:38 am IST)