Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

ગોંડલના દેવચડી ગામે એસટી ડ્રાઇવરના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા : પ લાખની મતા ઉસેડી ગયા

ગોંડલ તા. ૧૧ : ગોંડલના દેવચડી ગામે ગતરાત્રીના તસ્કરોએ એસટી ડ્રાઇવર ના બંધ મકાનને નિશાન બનાવી મકાનમાં પ્રવેશી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ પાંચ લાખની મત્તાની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા અને દેવચડી ગામે રહેણાંક ધરાવતા જીતેન્દ્રભાઇ પોપટભાઈ શિયારા આહિર નો પરિવાર બહારગામ ગયેલ હોય તસ્કરોએ પરોણા કરી કબાટની તિજોરીમાં રાખેલ સોના-ચાંદીના દાગીના કિંમત રૂ. ૪૧૨૩૫૦ તેમજ રોકડા રૂપિયા ૮૦૦૦૦ મળી કુલ રૂપિયા ૪૯૨૩૫૦ ની મતાની ચોરી કરી લઇ જતાં પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી. ઘટના અંગેની તપાસ પી.એસ.આઇ જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી હતી.

(11:35 am IST)