Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

જામખંભાળીયા : હોર્સઝોનવાળી જગ્યાના કબ્જા અંગે વાદીનો દાવો રદ્દ

ખંભાળીયા, તા. ૧૧ : જામખંભાળીયા વિજય સીનેમા રોડ પર, નગરપાલિકાની જગ્યામાં આવેલ હોકર્સઝોન (ગાલાવાળી) જગ્યાના કબ્જા અંગેનો વાદીનો દાવો રદ કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

જામખંભાળીયા વિજય સીનેમા રોડ પર તેલી નદીના પુલ પાસે ભગવતી મીલના ખૂણે આવેલ સર્વે નાં. ૪૬૭ સીટના ૧૬થી ચો.મી. ૪૦પ વાળી જગ્યા ખંભાલીયા નગરપાલિકાની કબ્જા ભોગવટા અને માલીકીની આવેલ હોય જે જગ્યાનો સને ૧૯૭૮ની સાલથી અબ્દુલ નુરમામદ ઉઠાડે ગેરકાયદેસર કબજા કરી બાંધકામ કરેલ અને જે જગ્યાનો છેલ્લા ૩૦ વરસથી વાદીએ ગેરકાયદેસર કબજો કરી તે જગ્યામાં બેસી વેપાર ધંધો કરતા હતાં અને તે જગ્યા વાદી અબ્દુલ નુરમામદ ઉઠાડે નિયમિત કરવા માટે ખંભાળીયા નગરપાલિકાને તા. ૧૮-૧ર-૮રના રોજ અરજી આપેલ અને જગ્યા નિયમિત કરવા અંગેની ડીપોઝીટ પેટે રૂ. ૧૦,૦૦૦/- તા. ૬-ર-૧૯૮રના રોજ ભરેલા. ત્યારબાદ ખંભાળીયા ચીફ ઓફીસર નગરપાલિકા દ્વારા સદરહું જગ્યા નિયમિત ન કરી આપતા અને ખંભાળીયા ચીફ ઓફીસર નગરપાલિકા દ્વારા અબ્દુલ નુરમામદ ઉઠાડે નગરપાલિકાની જગ્યાનો ગેરકાયદેસર કબજો કરી બાંધકામ કરેલ હોય તે બાંધકામ તોડી નાખી તે જગ્યા ઉપર ખંભાળીયા નગરપાલિકા ચીફ ઓફીસર તથા પ્રમુખશ્રી દ્વારા હોકર્સઝોન (ગાલા) બનાવવામાં આવેલ અને તે હોકર્સઝોન (ગાલા)ની હરરાજી કરી ભાડા પેટે આપી ભાડુ ઉઘરાવવાના ઠરાવ એજન્ડા નં. ૧થી ઠરાવ નં. ૪૪થી ઠરાવ કરવામાં આવેલ.

આ અંગે ખંભાળીયા ચીફ ઓફીસર તથા પ્રમુખશ્રીની આવી કામગીરી અટકાવવા માટે અબ્દુલ નુરમામદ ઉઠાડે ખંભાલીયા નગરપાલિકા ચીફ ઓફીસર તથા પ્રમુખશ્રી વિરૂદ્ધ ખંભાળીયા પ્રીન્સીપાલ સીનીયર સીવીલ જજ કોર્ટમાં વાદગ્રસ્ત જગ્યા વાદીને નિયમિત કરી આપી પ્રતિવાદીએ કરેલ બાંધકામ તોડી પાડી તેનો કબ્જો વાદીને સોંપી આપે અને પ્રતિવાદીઓ વાદગ્રસ્ત જગ્યા અન્ય કોઇને ભાડાપટ્ટાથી કે, લીઝથી કે, વેચાણથી કે, અનય કોઇને ટ્રાન્સફર કરે કરાવે નહીં તેવો કાયમી મનાઇ હુકમનો દાવો દાખલ કરેલ જે દાવો ચાલી જતાં ખભાલીયા સીવીલ જજે બંને પક્ષેનો પુરાવો તથા ગુણદોષ ધ્યાને લઇ પ્રતિવાદી ખંભાળીયા નગરપાલિકાના વકીલશ્રી હીન્ડોચાની દલીલ ધ્યાને લઇ ખંભાળીયા સીવીલ જજ શ્રી જે.જી. બગ્ગાએ વાદી-અબ્દુલ નુરમામદ ઉઠાડનો દાવો રદ કરેલ છે. પ્રતિવાદી ચીફ ઓફીસર તથા પ્રમુખ ખંભાળીયા નગરપાલિકા તરફે વકીલ શ્રી જીતેન્દ્ર કે. હીન્ડોચા રોકાયા હતાં.

(11:33 am IST)