Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

બીલખાના યુવાનને લમણે તમંચો મુકીને ખુનની ધમકી

સુખપુરના યુવાનનુ ઝેરી દવા પીતા મોત

જુનાગઢ તા. ૧૧ : બીલખાના યુવાનને લમણે તમંચો મુકીને એક શખ્સને ખુનની ધમકી આપી હોવાનું જાણવા મળેલ છે.

આ બનાવની વિગતો એવી કે કે જુનાગઢ જીલ્લાના બીલખા ખાતે રહેતા ઘાંચી સોએલ રહીમ ચોટલીયા (ઉ.ર૮) ની સાથે તા. ૯/૧રની રાત્રે તૌફીક શખ્ને ચૌહાણ નામના ઘાંચી શખ્સે  જુના મનદુઃખ અંગે બોલાચાલી કરી હતી.

બાદમાં તૌફીકે સોએલનો માણસ સમીર ઉર્ફે ભુરા રહીને ઢીકા પાટુનો માર માર્યો હતો આ પછી સોએબના લમણા ઉપર તમંચો મુકીને મારી નાખવાની કોશિષ કરી હતી.

આ અંગેની ફરીયાદ નોંધી બીલખા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી વિશેષ તપાસ પીએસઆઇ ઓડેદરા ચલાવી રહ્યા છે.

ઝેરી દવા પીતા મોત

વિસાવદર તાલુકાના સુખપુર ગામના પંકજ મનસુખભાઇ રામાણી ઉ.રર નામના પટેલ યુવાનનું ઝેરી દવા પીવાથી મૃત્યુ નિપજતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મૃતક યુવાનના મોત પાછળનું કારણ જાહેર થયું નથી પરંતુ પ્રેમ પ્રકરણ કારણભુત હોવાનું અનુમાન છે વિશેષ તપાસ વિસાવદર પોલીસ ચલાવી રહી છે.

(3:53 pm IST)