Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

ખંભાળીયામાં ૭ દુકાનોમાં ચોરીનો પ્રયાસ

ખંભાળીયા, તા. ૧૧ : ગતરાત્રે ભરચક્ક વિસ્તારમાં આવેલ મેઇન બજારમાં એકસાથે સાત જેટલી દુકાનમાં ચોરીનો પ્રયાસ થતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

ખંભાળીયા શાક માર્કેટ નજીક આવેલ મેઇન બજારમાં ગત રાત્રે નામાકીત વેપારીઓ સહિત કેટલીક દુકાનોમાં તસ્કરો દ્વારા તાળા તોળી ચોરીનો પ્રયાસ થતા વેપારીઓમાં તથા શહેરીજનોમાં ભારે ભય ફેલાઇ ગયો છે. એકસાથે સાતથી વધુ દુકાનોમાં જયાં ચોરીનો પ્રયાસ થયો હતો. જયાં આજુબાજુમાં મોટા કાપડ તથા સોનાના શોરૂમ પણ આવેલા છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા આજુ બાજુના સી.સી. ટીવી કેમેરાના આધારે આગળની તપાસ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવથી શહેરભરમાં ભય સાથે ચકચાર મચી જવા પામી છે.

(3:53 pm IST)