Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

હળવદ પાસે અકસ્માતમાં ૩ના મોત

કચ્છના ગાંધીધામથી રાજસ્થાન જતી વખતે લગ્નની કાર બંધ ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો

હળવદ તા. ૧૧: હળવદ પાસે બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતા કચ્છના ગાંધીધામથી રાજસ્થાન લગ્નમાં જઇ રહેલા રાજસ્થાની પરિવારની કાર ઘુસી જતા ૩ વ્યકિતના મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.આ બનાવ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ રાજસ્થાનનો પરિવાર કચ્છના ગાંધીધામથી રાજસ્થાન તરફ જઇ રહ્યો હતો ત્યારે હળવદ-માળીયા મિંયાણા હાઇ-વે ઉપરના દેવળીયા-સુસવાવ ગામ પાસે રોડ ઉપર બંધ હાલતમાં રહેલા ટ્રક પાછળ આ રાજસ્થાની પરિવારની કાર ઘુસી ગઇ હતી અને અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં રાજસ્થાનના પુનમબેન પવનકુમાર શર્મા, રાકેશ વિજયકુમાર સુદ અને અનિલ લક્ષ્મણભાઇ ડાભીના ઘટના સ્થળે મોત નીપજયા હતા.

જયારે સંધ્યાબેન વિજયકુમાર સુદ, આયુબા અને નિલમ અનિલકુમાર ડાભીને ઇજાગ્રસ્ત હાલતમાં સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડાયા છે.

આ બનાવ અંગે હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:53 pm IST)