Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

કલ્યાણપુરના રાણ ગામમાં ચૂંટણી મુદ્દે ખોટી ફરીયાદ કરતા કાર્યવાહી

ખંભાળીયા, તા. ૧૧ : કલ્યાણપુર તાલુકાના રાણ ગામે મતદાન કરવા આવેલ અરૂણભાઇ જીવણભાઇ ટાંક એ મતદાન દરમિયાન પોતે જે ઉમેદવારને મતદાન કરેલ છે તે મત તે ઉમેદવારને મળેલ નથી.

બીજા ઉમેદવારને મત મળેલ છે તેમ કહી વીવીપેડમાં બીજુ નિશાન બતાવે છે તેમ પ્રીસાઇડીંગ ઓફીસરને જાણ કરી અનુસુચિ નંબર-૦૬ ફોર્મ ભરી ફરીયાદ આપતા નિયમ ૪૯ મુજબ અ.મ.એ. હેઠળનું એકરાર ફોર્મ ભરી આપી ટેસ્ટ મતદાન કરાયેલ હતું.

જેમાં અરૂણભાઇ ટાંક ખોટા ઠરેલ અને ખોટી માહિતી આપવા બદલ કીરણભાઇ હીરાભાઇ મકવાણાએ કલ્યાણપુર પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસ એ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(3:44 pm IST)