Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

ગોસા ઘેડમાં ૧૦૭ વર્ષના રાણીબેન સહિત ૧૦૦પ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો

ગોસા (ઘેડ) તા. ૧૧ :.. ર૦૧૭ ની ૮૪ કુતીયાણા-રાણાવાવ વિધાનસભાની ચૂંટણીમાં સવાર થી ભારે ઉત્સાહ દર્શાવીને મતદારોએ મતદાનનો અવિરત પ્રવાહ ચાલુ રાખતાં ગોસા(ઘેડ) ગામમાં મતદાન પુર્ણ થતાં સાંજના સુધીમાં ૧પ૮૮ મતદારોમાંથી ૧૦૦પ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાં ૬૩.ર૩ ટકા જેટલું ગોસા (ઘેડ) માં મતદાન નોંધાયું હતું.

ગોસા(ઘેડ) ગામે પે. સે. શાળાના વર્ગ ખંડમાં રાખવામાં આવેલ મતદાનમાં ઉતર પાંખમાં ભાગ-૧ (૮) માં ૩૮૭ પુરૂષ મતદારોમાંથી ર૪પ મતદારોએ તેમજ ૩૮પ સ્ત્રી મતદારોમાંથી ર૩૭ સ્ત્રી મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જયારે દક્ષિણ વિભાગમાં ભાગ-ર (૯) માં આવેલ મતકુટીરમાં ૪૭પ પુરૂષ મતદારોમાંથી ૩૦૦ મતદારોએ તેમજ ૩૬૮ સ્ત્રી મતદારોમાંથી રર૩ સ્ત્રી મતદારોએ મતદાન કરતાં કુલ ગોસા (ઘેડ) ના કુલ ૧પ૮૮ મતદારોમાંથી ૮૬ર પુરૂષ મતદરોમાંથી પ૪પ મતદારોએ તેમજ ૭ર૬ સ્ત્રી મતદારોમાંથી ૪૬૦ સ્ત્રી મતદારોએ મતાધિકારનો ઉણયોય કરતાં કુલ ૧૦૦પ મતદારોએ મતદાન કરતાં ગોસા (ઘેડ) માં ૬૩.ર૩ ટકા મતદાન નોંધાયેલ છે.

પોરબંદર જિલ્લાના ૮૪ કુતીયાણા-રાણાવાવ વિધાનસભાના પોરબંદર તાલુકાના ગોસા (ઘેડ) મતદાર તરીકે ચૂંટણીમાં ૧૦૭ વર્ષના આયુષ્ય ધરાવતા વયોવૃધ્ધ માજી રાણીબેન વશરામ વાઢીયાએ હર્ષભેર મતદાન કર્યુ હતું. તો સાથે મતદાનવેળાએ ચૂંટણીના લોકશાહી પર્વમાં મતદાન એ ગુપ્ત અને શ્રેષ્ઠદાન હોય  ત્યારે આ તક મળે ત્યારે તેમનો સદઉપયોગ કરીને સારા ઉમેદવારની ચૂટીને રાજય અને દેશનું સુકાન સોંપવાની આપણા સૌની જવાબદારી હોય તે સુપરે નિભાવવી જોઇએ. અને મતદાન અચૂક કરવાની શીખ આપી હતી. ગોસા(ઘેડ) માં આવેલ બુથ પર સવારના ભાગ-૧ માં લીલાભાઇ રાજાભાઇ આગઠે અને બુથ-ર માં શીંગરખીયા માલીબેન એભાભાઇ એ મતદાન કરેલ.

ભાગ-૧ માં વિરમભાઇ કે. આગઠે અને ભાગ-ર માં ૮પ વર્ષના વયોવૃધ્ધ જીવીબેન નાગાજણભાઇ ઓડેદરા નામની માજીએ મતદાન કરીને ગોસા(ઘેડ) નું મતદાન કરેલ છે. (પ-૪)

(1:21 pm IST)