Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

ધોરાજી સીટ ઉપર વિજય વિશ્વાસનો દાવો કરતા ભાજપના હરીભાઇ પટેલ

ધોરાજી તા. ૧૧ :.. મતદાનનો પ્રારંભ થતા ભાજપના ઉમેદવાર હરીભાઇ પટેલ ઉપલેટા-ધોરાજીના મતદાન મથકોની મુલાકાતે આવ્યા હતા.

આ સમયે જણાવેલ કે ૭પ ધોરાજી - ઉપલેટા મત વિસ્તારમાં આજે શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો હતો અને મતદારો દેશ અને ગુજરાતના હિતમાં મતદાન કરે છે. અને ૧૦૦ ટકા મતે વિશ્વાસ છે કે ૭પ ધોરાજી સીટમાં ભાજપનો ભગવો લહેરાશે.

આ સીટીમાં કોઇ જ્ઞાતિવાદ જોવા મળેલ નથી. અને માત્રને માત્ર નરેન્દ્રભાઇ મોદી અને મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના વિકાસ કાર્યાને પ્રજા નોંધ લઇ મતદાન કરી રહ્યા છે.

આ સાથે હરીભાઇ પટેલ સાથે વી. ડી. પટેલ, લલીતભાઇ વોરા, યાર્ડના ચેરમેન રણછોડભાઇ કોયાણી, પૂર્વ ચેરમેન પ્રભુદાસભાઇ માવાણી, જયસુખભાઇ ઠેસીયા, દિલીપભાઇ હોળવાણી, સુખદેવસિંહ વાળા વિગેરે સાથે રહ્યા હતાં. (પ-૭)

 

(1:19 pm IST)