Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

ભાવનગરમાં વિઠ્ઠલનાથજી ગુંસાઇજીના પ્રાગટ્યોત્સવનો ઙ્ગ'ધર્મલાભ' લાભ લઇ ભાવિકોએ બાંધ્યુ પૂણ્યનું ભાથુ...

સાંજે પણ મંગળા ચરણ, મનોરથીઓનું સન્માન, કેસર સ્નાન વધાઇ કિર્તન, નંદ મહોત્સવ, ચોપાટ મનોરથ દર્શન સહિતના કાર્યક્રમો

ભાવનગર તા.૧૧: અહીયા નંદાલય હવેલીમાં પૃષ્ટિમાર્ગના પ્રવર્તક શ્રી વિઠ્ઠલનાથજીશ્રી ગુંસાઇજીના પ્રાકટયોત્સવની પરંપરાગત ઉજવણી ઉત્સવ સંકલ્પ સમિતિ તથા સખા સંગઠનના સંયુકત ઉપક્રમે વૈષ્ણવાચાર્ય નવનીતલાલજી મહારાજ તથા યુવા વૈષઅણવચાર્ય આનંદબાવાની માર્ગદર્શન કરાઇ હતી.

જેમાં શ્રીગુસાઇજીના વાર્તા પ્રસંગો આધારિત બાળકોની વક્રતૃત્વ સ્પર્ધા,સ પુષ્ટિ સંસકાર, બાળ પાઠશાળા (આનંદનગર) દ્વારા રાસ, પુષ્ટિમાગીય વિષય પર વિશેષ ચર્ચા હટડી મનોરથના દર્શન બાદ ગઇકાલે વલ્લભાલય હવેલીથી નંદાલય હવેલી સુધી વલ્લભકુળનાં સાનીધ્યમાં ભકિત શકિત વર્ધિની મોનીંગ વોક અને કિર્તન કલાસ દ્વારા મંગળાચરણ, કિર્તન, એવં ધોળપદનું ગાન,પુષ્ટિ સંસ્કાર, બાળ પાઠશાળા દ્વારા નાટિકાઓ બાદરાત્રે વિવાહ ખેલ મનોરથના દર્શનનો સૌ શ્રધ્ધાંળુઓ લ્હાવો લીધો હતો.

જયારે આજે સવારે ૬/૪૫ કલાકે પ્રભાતફેરી, સમૂહગાન છબીલાજી પ્રભુને તિલકના દર્શન સાંજે ૫/૩૦ કલાકે મંગળાચરણ, ઇનામ વિતરણ સાંજે ૬ કલાકે આચાર્યચરણોના વચનામૃત, મનોરથીઓનું ઉપરણા-સન્માન, કેસરસ્નાન વધાઇ કિર્તન બાદ સાંજે ૭ કલાકે નંદ મહોત્સવ બાદ સાંજે ૮ થી ૮/૩૦ ચોપાટ મનોરથના દર્શન યોજાનાર હોવાથી વૈષ્ણવ સમાજમાં ભારે હર્ષોલ્લાસ પ્રવર્તી રહ્યો છે. ધર્મોત્સવને સફળ બનાવવા વલ્લભકુળના માર્ગદર્શન તળે સંકલ્પ સમિતિ તથા સખા સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે.(૧.૩)

(1:15 pm IST)