Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

ઠંડી ઘટી ઠાર વર્તાયોઃ નલીયા ૧૩.૨ ડીગ્રી

સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત

રાજકોટ તા. ૧૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઘટાડો થયો છે પરંતુ ઠાર વર્તાઇ રહ્યો છે અને લોકોને ગરમ કપડા અને તાપણાનો સહારો લેવો પડી રહ્યો છે. સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને આવા હવામાન વચ્ચે નલીયાનું લઘુત્તમ તાપમાન ૧૩.૨ ડિગ્રી નોંધાયુ છે. જ્યારે રાજકોટનું તાપમાન ૧૭.૮ ડિગ્રી નોંધાયું છે. શનિવાર સાંજના સમયે વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ વરસાદી માહોલ સાથે કોઇ-કોઇ જગ્યાએ છાંટા પડયા હતા.

જામનગર

જામનગર : શહેરનું તાપમાન ૩૧.૫ મહત્તમ, ૧૭.૫ લઘુત્તમ, ૮૫ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૪.૬ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુત્તમ

તાપમાન

નલીયા

૧૩.૨

ડિગ્રી

ભુજ

૧૩.૬

,,

કંડલા એરપોર્ટ

૧૫.૫

,,

દિવ

૧૭.૫

,,

જામનગર

૧૭.૫

,,

રાજકોટ

૧૭.૮

,,

પોરબંદર

૧૮.૦

,,

મહુવા

૧૮.૫

,,

(12:03 pm IST)