Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

કોડીનાર સોમનાથ હાઈવે પર ગોઝારો અકસ્માત: પ્રાસલી નજીક ટ્રકે ઓટો રીક્ષાને હડફેટે લીધી :બે યુવાનોના ઘટના સ્થળે જ મોત

અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક છોડી ફરાર :પોલીસ ઘટના સ્થળે પહોંચી

કોડીનાર સોમનાથ હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. ટ્રકે ઓટો રીક્ષાને હડફેટે લીધી હતી. પ્રાસલી ગામ નજીક આ અકસ્માની ઘટના બની છે. આ અકસ્માતમાં 2 યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક છોડી ફરાર થઈ ગયો હતો. અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા છે.

(1:10 am IST)