Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

બોટાદમાં ભાજપમાં ભડકો :500થી વધુ હોદેદારો અને કાર્યકરોએ આપ્યા રાજીનામા

ઘનશ્યામ વિરાણીના સ્થાને સૌરભ પટેલને જ યથાવત્ રાખવા માંગણી : તેમના સમર્થકો કમલમ જઇને સી.આર. પાટીલને રજૂઆત કરશે

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષોએ જીત મેળવવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. આ સાથે જ કેટલાક નેતાઓ એવા પણ છે જેઓ ટિકિટ કપાઈ જવાથી નારાજ થઈને બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ દિવસોમાં ગુજરાતમાં  નારાજ નેતાઓ અને તેમના સમર્થકો બલવો કરી રહ્યા છે આવી જ ઘટના બોટાદમાં જોવા મળી રહી છે અને ઘનશ્યામ વિરાણીના  સ્થાને સૌરભ પટેલને જ યથાવત્ રાખવામાં આવે તેવી માંગણી થઈ રહી છે આ માંગણી સાથે તેમના સમર્થકો કમલમ જઇને સી.આર. પાટીલને રજૂઆત કરશે.

   બોટાદ માર્કેટીંગ યાર્ડમાં સંગઠનમાં મહત્વના હોદેદારો અને કાર્યકરો ગાંધીનગર જવા એકઠા થયા હતા.  તો બોટાદ કાર્યાલય ખાતે  ભાજપ હાઈ કમાન્ડ દ્રારા ઉમેદવાર બદલવામાં આવે તેવી જિલ્લા ભાજપ પ્રમુખને 2000થી વધુ લોકોએ  રજુઆત  કરી હતી અને સૌરભ પટેલના  સ્થાને  ઘનશ્યામ વિરાણીને  તેમજ ગઢડામાં શંભુ પ્રસાદ ટુંડિયાને ટિકીટ  કાર્યકરો નારાજ થયા છે અને  ગાંધીનગર સી.આર.પાટીલને રજૂઆત કરવા આગેવાનો રવાના થયા છે.  ઘનશ્યામ વિરાણી  બોટાદ વિસ્તાર માટે નવા છે એટલે સૌરભ પટેલની ટિકિટ આપે તેવી માંગણી સમર્થકો  કરી રહ્યા છે અને કહ્યું હતું કે જો ભાજપ  સૌરભ પટેલને ટિકિટ નહીં આપે તો આ બેઠક ભાજપ ગુમાવશે તેમ પણ કહ્યું હતું.

(11:05 pm IST)