Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

75 ધોરાજી વિધાનસભાનાં આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર વિપુલ સખિયાએ નામાંકન ભર્યું

સખિયાએ કહ્યું - ધોરાજી ઉપલેટા વિસ્તારના સ્થાનિક અનેક પ્રશ્નો સાથે અહી આમ આદમી પાર્ટી ચૂંટણીનો જંગ લડશે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી:-  75 ધોરાજી વિધાનસભાનાં આમ આદમી પાર્ટી નાં ઉમેદવારે નામાંકન ભર્યું  હતું
ધોરાજી આમ આદમી પાર્ટી દ્વારા  ધોરાજી 75 વિધાનસભાના ઉમેદવાર તરીકે  વિપુલ સખીયા નું નામ જાહેર કરવામાં આવતા  ધોરાજી  ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ  ભર્યું હતું
આવનાર સમયમાં આમ આદમી પાર્ટી સામે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે.
ધોરાજી ઉપલેટા વિસ્તારના સ્થાનિક અનેક પ્રશ્નો સાથે અહી આમ આદમી પાર્ટી ચૂંટણીનો જંગ લડશે તેમ ઉમેદવારે જણાવેલું હતું
આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિપુલ સખીયા એ ભાજપ અને કોંગ્રેસની સામે જંગી લીડ થી જીતવાનો દાવો કર્યો હતો

(8:49 pm IST)