Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

મોરબી, અમરેલી અને કચ્છ સહીત 8 જિલ્લા ભાજપ પ્રમુખને ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કરાતા કાર્યકારી પ્રમુખની નિમણુંક

. ચૂંટણી પતી ગયા બાદ ભાજપ દ્વારા નવા પ્રમુખોની જાહેરાત કરવામાં આવી શકે

અમદાવાદ : ભાજપ દ્વારા ગતરોજ વિધાનસભાની ચૂંટણી માટે ગતરોજ 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં 8 જિલ્લાઓના ભાજપ પ્રમુખને ચૂંટણીમાં ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે. જે બાદ આજે 8 જિલ્લાઓમાં કાર્યકારી પ્રમુખની નિમણુંક કરવામાં આવી છે. આમ થવાના કારણે 8 જિલ્લાના ભાજપ પ્રમુખ ઉમેદવારો તેમનું સંપુર્ણ ધ્યાન ચૂંટણીમાં આપી શકશે. આજે સાંજે 8 જિલ્લાઓના કાર્યકારી પ્રમુખની યાદી જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પતી ગયા બાદ ભાજપ દ્વારા નવા પ્રમુખોની જાહેરાત કરવામાં આવી શકે છે, તેમ સુત્રોએ ઉમેર્યું છે.

(7:37 pm IST)